ગરવી તાકાત મહેસાણા : મહેસાણાના પાલાવાસણા રોડ પર સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાની ONGC શાખાના ATM મશીન સાથે છેડછાડ કરી બે અજાણ્યા શખસો 1.35 લાખની ચોરી કરી નાસી છૂટ્યા હોવાની ઘટના પ્રકાશમાં આવી આ અંગે બેંકના મેનેજરે મહેસાણા તાલુકા પોલીસ સ્ટેશનમાં કાયદેસરની ફરિયાદ નોંધાવી મળતી માહિતી મુજબ, મૂળ કાનપુરના અને હાલ મહેસાણાના સોમેશ્વર ગાર્ડન રોડ પર રહેતા સાંચી પલ્લવ પ્રમોદ કુમાર સક્સેના પાલાવાસણાની SBI શાખામાં બ્રાન્ચ મેનેજર તરીકે ફરજ બજાવે સપ્ટેમ્બર,2025માં બેંકની રિઝનલ ઓફિસ તરફથી સુચના મળી.
![]()
ગુજરાત રાજ્યના SBI બેંકોના ATM/ADWM મશીનમાંથી કોઈ અજાણ્યો શખ્સ ડેટા કેબલ કે કનેક્ટિવિટી કેબલ નીકાળી, ખાતામાંથી રકમ ડેબિટ ન થાય તે રીતે ટ્રાન્જેક્શન કરી રહ્યો આ સૂચનાના આધારે મેનેજરે પોતાની બેંકના એટીએમનું બેલેન્સ ચેક કરતા તેમાં 1,35 લાખનોનો તફાવત જણાયો હતો. આ બાબતે બેંકના CCTV ફૂટેજ તપાસતા ચોંકાવનારી વિગતો સામે આવી 17 સપ્ટેમ્બર, 2025ના રોજ સવારે 8થી 8.50 અને 18 સપ્ટેમ્બરના રોજ સવારે 7:15થી 8:20 દરમિયાન બે અજાણ્યા શખસો ATM મશીન સાથે છેડછાડ કરી.
અને 1.35 લાખની રકમ ઉપાડી ચોરી કરી લીધી CCTVમાં દેખાતા બે શખસો પૈકી એકે મહેંદી કલરની ટી-શર્ટ અને બીજાએ સફેદ લાઈનિંગ વાળો શર્ટ પહેરેલો આ ઘટના અંગે ગાંધીનગર લોકલ હેડ ઓફિસ તરફથી મંજૂરી મળતા આખરે બેંક મેનેજરે મહેસાણા તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે મહેંદી કલરની ટી-શર્ટ અને સફેદ લાઈનિંગ શર્ટ વાળા બંને અજાણ્યા તસ્કરો વિરૂદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી.


