ગરવી તાકાત બનાસકાંઠા : પાલનપુરમાં અષાઢી બીજ નિમિત્તે નીકળનારી ભગવાન જગન્નાથજીની રથયાત્રા પૂર્વે પોલીસ તંત્ર સક્રિય બન્યું શાંતિ અને સુરક્ષા જાળવવા માટે પોલીસે રથયાત્રાના રૂટ પર ફૂટ પેટ્રોલિંગ કર્યું અને સમગ્ર રૂટની ચકાસણી હાથ ધરી બનાસકાંઠા જિલ્લાના પાલનપુરમાં વર્ષોથી ચાલી આવતી પરંપરા મુજબ આગામી 16 તારીખે ભગવાન જગન્નાથજીની રથયાત્રા નીકળશે આ રથયાત્રા પાલનપુર શહેરના નગરજનોના કલ્યાણ અને નગરચર્યા માટે નીકળે.

આ અંગે પાલનપુરના DYSP જે.જે. ગામીતે જણાવ્યું બનાસકાંઠા પોલીસ ભાવી ભક્તો અને રામજી મંદિર સાથે સંકળાયેલા લોકોની સુરક્ષા માટે કટિબદ્ધ આ સમગ્ર બંદોબસ્ત DYSPના સુપરવિઝન હેઠળ, જિલ્લા પોલીસ વડા અને રેન્જ આઈજીના માર્ગદર્શન હેઠળ ગોઠવવામાં આવ્યો સુરક્ષા વ્યવસ્થામાં 5 પીઆઈ, 12 પીએસઆઈ, 226 પોલીસ કર્મચારીઓ અને 159 હોમગાર્ડ્સ તૈનાત રહેશે આ ઉપરાંત, ઘોડેસવાર પોલીસ અને ડોગ સ્ક્વોડની ટીમ દ્વારા પણ પેટ્રોલિંગ કરવામાં આવશે.

પોલીસ દ્વારા બોડી વોર્ન કેમેરા અને ડ્રોન કેમેરાનો પણ ઉપયોગ કરવામાં આવશે આ કેમેરાની મદદથી અસામાજિક તત્વો પર નજર રાખવામાં આવશે અને સંવેદનશીલ સ્થળો પર પણ દેખરેખ રાખવામાં આવશે રથયાત્રાને અનુલક્ષીને અસામાજિક તત્વો સામે અટકાયતી પગલાંની કાર્યવાહી પણ હાથ ધરવામાં આવી કુલ 18 કિલોમીટરના રથયાત્રાના રૂટ પર ટ્રાફિક વ્યવસ્થા માટે પણ અલગથી આયોજન કરવામાં આવ્યું.


