દેશભરમાંથી 225 સાયબર ફરિયાદોનું કનેક્શન:

July 9, 2026

ગરવીતાકાત મેહસાણા:

ગુજરાતમાં સાયબર ગુનેગારો સામે ચાલી રહેલી કડક ઝુંબેશ વચ્ચે મહેસાણા સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનની ટીમે એક મોટા આંતરરાજ્ય સાયબર ફ્રોડ કૌભાંડનો પર્દાફાશ કર્યો છે. સાયબર માફિયાઓ દ્વારા નિર્દોષ નાગરિકો સાથે ઠગાઈ કરી નાણાંની હેરફેર કરવા માટે ‘જુવેનાઇક્ષ ટેકનોલોજીસ’ ના નામે ખોલાવવામાં આવેલા એક મ્યુલ એકાઉન્ટનો પર્દાફાશ કરી પોલીસે બે સાયબર ઠગો સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

14C પોર્ટલના ઇનપુટ્સના આધારે કાર્યવાહી ગુજરાત રાજ્યના પોલીસ મહાનિર્દેશક અને મુખ્ય પોલીસ અધિકારીના આદેશ અનુસાર, મહેસાણા સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનની ટીમે 14C સમન્વય પોર્ટલ પરથી મળેલા મહત્વના ટેકનિકલ ઇનપુટ્સના આધારે તપાસ શરૂ કરી હતી. સાયબર ગુનેગારો દ્વારા પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે આર્થિક લાભ મેળવવાના બદઈરાદાથી અલગ-અલગ બેંક ખાતાઓનો ‘મ્યુલ એકાઉન્ટ’ તરીકે ઉપયોગ કરી દેશભરના ભોગ બનનાર નાગરિકોના નાણાંની હેરફેર કરવામાં આવતી હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું હતું.

મહેસાણાની બોગસ પેઢી અને બેંક ખાતાની કુંડળી ખુલી મહેસાણા સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનની ટેકનિકલ ટીમના અપોકોન્સ સંદિપકુમાર રાયમલભાઈ અને મહિલા પોકોન્સ મિત્તલબેન જસુભાઈ સહિતના સ્ટાફે સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI) ના એક શંકાસ્પદ કરન્ટ ખાતાની ઝીણવટભરી તપાસ કરી હતી. સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI) ના ખાતા નંબર 44475591969 (IFSC: SBIN0005150) ની તપાસ કરતા જાણવા મળ્યું કે, આ ખાતું મહેસાણાના હબટાઉન ટ્રેડ સેન્ટર, બ્લોક-ડી, પહેલા માળે આવેલી ‘જુવેનાઇક્ષ ટેકનોલોજીસ પ્રાઇવેટ લિમિટેડ’ ના નામે રજીસ્ટર્ડ છે.

પોલીસની ઊંડાણપૂર્વકની તપાસમાં સામે આવ્યું છે કે, આ પેઢીના પ્રોપરાયટર વિષ્ણુભાઈ જગમાલભાઈ ચૌધરી (રહે. ચૌધરીવાસ, દુનાવાડા, તા. જી. પાટણ) અને ચૌધરી હિતેશકુમાર કાંતિલાલ (રહે. પટેલવાસ, કુંભારડી, જી. બનાસકાંઠા) છે. આ શખ્સોએ ગેરકાયદેસર આર્થિક ફાયદો મેળવવાના હેતુથી જ આ ફર્મ બનાવી બેંક ખાતું ખોલાવ્યું હતું.

દેશભરમાંથી 225 સાયબર ફરિયાદોનું કનેક્શન પોલીસના ટેકનિકલ એનાલિસિસ દરમિયાન અત્યંત ચોંકાવનારી વિગતો સામે આવી છે. આ એક જ મ્યુલ એકાઉન્ટ વિરુદ્ધ ગુજરાત સહિત સમગ્ર ભારતના વિવિધ રાજ્યો અને શહેરોમાંથી કુલ 225 જેટલી સાયબર ફ્રોડની NCCRP (National Cyber Crime Reporting Portal) ફરિયાદો નોંધાયેલી છે. આ 225 ફરિયાદો પૈકી લેયર-1 (પ્રથમ સ્તર – જ્યાં ભોગ બનનારના પૈસા સીધા જમા થાય છે) માં જ સાયબર ફ્રોડના પૈસા ટ્રાન્સફર થયા હોય તેવી કુલ 44 ફરિયાદો મળી આવી છે, જેમાં અંદાજે ₹5,30,668 જેટલી માતબર રકમ ટ્રાન્સફર કરવામાં આવી છે. આ પૈસા પોતાના ન હોવાનું જાણવા છતાં આરોપીઓએ પોતાના અંગત આર્થિક લાભ માટે તેનો ઉપયોગ કર્યો હતો.

આ સમગ્ર મામલે સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન મહેસાણા ખાતે બંને મુખ્ય ખાતાધારકો વિષ્ણુભાઈ ચૌધરી અને હિતેશકુમાર ચૌધરી તેમજ તપાસ દરમિયાન બહાર આવનાર અન્ય તમામ સાગરીતો વિરુદ્ધ ગેરકાયદેસર ગુનાહિત કાવતરું રચી ઠગાઈ કરવા બદલ ભારતીય ન્યાય સંહિતા (BNS) 2023ની કલમ 317(2), 318(4) અને 61 મુજબ કાયદેસરની ફરિયાદ નોંધી આગળની તપાસ હાથ ધરવામાં આવી છે.

garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0