ગરવી તાકાત ખેડબ્રહ્મા : ઈડર-ખેડબ્રહ્મા હાઈવે પર ઓવરલોડિંગ કરતી ખાનગી ઈકો ગાડીઓ સામે વડાલી પોલીસ અને GSRTC તંત્રએ સંયુક્ત કાર્યવાહી કરી આ સરપ્રાઈઝ ચેકિંગ દરમિયાન નિયમોનો ભંગ કરતી કુલ 10 ઈકો ગાડીઓને ડિટેઈન કરવામાં આવી પ્રાપ્ત માહિતી અનુસાર, આ હાઈવે પર કેટલીક ખાનગી ઈકો ગાડીઓ પરમિટની શરતોનું ઉલ્લંઘન કરીને નિર્ધારિત ક્ષમતા કરતાં વધુ મુસાફરોનું પરિવહન કરતી ઓવરલોડિંગને કારણે મુસાફરોના જીવને જોખમ ઊભું થતું હોવા છતાં આવા વાહનો બેફામ દોડી રહ્યા હોવાની વ્યાપક ફરિયાદો મળી.

આ ફરિયાદોને ધ્યાનમાં લઈને વડાલી પોલીસ અને GSRTC દ્વારા સંયુક્ત સરપ્રાઈઝ ડ્રાઈવનું આયોજન કરાયું ચેકિંગ દરમિયાન જરૂરી દસ્તાવેજો વિના તેમજ ક્ષમતા કરતાં વધુ મુસાફરો સાથે દોડતી કુલ 10 ઈકો ગાડીઓ ઝડપાઈ તમામ ડિટેઈન કરાયેલા વાહનોને વડાલી પોલીસ મથકે ખસેડીને નિયમ મુજબની કાયદેસરની કાર્યવાહી શરૂ કરવામાં આવી આ કાર્યવાહીથી ખાનગી વાહનચાલકોમાં ખળભળાટ મચી ગયો.
![]()
વડાલી ટ્રાફિક જમાદાર ધવલભાઈએ જણાવ્યું GSRTC અને વડાલી પોલીસે સંયુક્ત રીતે આ ચેકિંગ હાથ ધર્યું જેમાં દસ્તાવેજોના અભાવ અને ઓવરલોડિંગને કારણે 10 ઈકો ગાડીઓ ડિટેઈન કરાઈ નાની ક્ષમતાવાળા વાહનોમાં ઓવરલોડિંગ અકસ્માત સમયે જાનહાનિનું જોખમ અનેકગણું વધારી દે જે મુસાફરોની સુરક્ષા માટે ગંભીર ખતરો.


