ગાંધીનગર ANTFની ટીમે કાકોશી ગામમાંથી રહેણાંક મકાનમાંથી કોડીન ફોસ્ફેટયુક્ત નશાયુક્ત કફ સીરપની 75 બોટલો સાથે એક ઇસમને ઝડપી પાડ્યા…

July 8, 2026

ગરવી તાકાત પાટણ : ગાંધીનગર એન્ટી નાર્કોટીક્સ ટાસ્ક ફોર્સ (ANTF) ની ટીમે પાટણ જિલ્લાના સિદ્ધપુર તાલુકાના કાકોશી ગામમાં દરોડો પાડ્યો આ દરોડા દરમિયાન રહેણાંક મકાનમાંથી કોડીન ફોસ્ફેટયુક્ત નશાયુક્ત કફ સીરપની 75 બોટલો સાથે એક ઇસમને ઝડપી પાડવામાં આવ્યો પકડાયેલા આરોપીએ આ જથ્થો સિદ્ધપુરના અન્ય એક શખ્સ પાસેથી મેળવ્યો હોવાની કબૂલાત કરતા પોલીસે બંને વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી ANTF ગાંધીનગર ઝોનના હેડ કોન્સ્ટેબલ કિરણ મોહન પટણી અને તેમની ટીમ સિદ્ધપુર વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહી તે સમયે તેમને બાતમી મળી કાકોશી ગામના હુસૈનપુરા વિસ્તારમાં રહેતો ઇકબાલ હુસૈન ઇબ્રાહિમ મન્સુરી પોતાના ઘરે ગેરકાયદેસર રીતે નશાયુક્ત કફ સીરપનું વેચાણ કરે આ બાતમીના આધારે ANTFના પોલીસ ઇન્સ્પેક્ટર એન.આર. પટેલ અને સ્ટાફના માણસોએ સરકારી પંચોને સાથે રાખીને બાતમીવાળા મકાન પર દરોડો પાડ્યો.

ગુજરાત સરકાર 6 એન્ટી-નાર્કોટિક્સ ટાસ્ક ફોર્સ (ANTF) યુનિટ સ્થાપશે… – Garvi  Takat – Gujarat News, Bollywood News, Breaking News, Politics News etc.

તપાસ દરમિયાન ઘરમાં હાજર ઇકબાલ હુસૈન મન્સુરીની ઓળખ કરી કાયદેસરની કાર્યવાહી શરૂ કરવામાં આવી રસોડાના માળિયામાં તપાસ કરતા એક ખાખી પૂંઠાના બોક્સમાંથી પ્લાસ્ટિકના જામુની રંગના ઢાંકણાવાળી સીલબંધ 75 બોટલો મળી આવી આ બોટલોમાં 5 પર ‘REXOUST’ કફ સીરપ લખેલું જ્યારે 10 બોટલ લેબલ વગરની અને 60 બોટલ પરથી લખાણ ભૂંસેલી હાલતમાં પ્રાથમિક પરીક્ષણમાં આ તમામ બોટલોમાં કોડીન ફોસ્ફેટનું ઘટક તત્વ હોવાનું જાણવા મળ્યું આ જથ્થો રાખવા બાબતે આરોપી પાસે કોઈ ડ્રગ્સ લાયસન્સ કે પાસ-પરમિટ ન હોવાથી પોલીસે રૂ. 13,350 ની કિંમતનો કફ સીરપનો જથ્થો જપ્ત કર્યો આ ઉપરાંત આરોપીની અંગઝડતીમાંથી રૂ. 5,000 ની કિંમતનો ઓપ્પો કંપનીનો મોબાઈલ ફોન.

Patan Kakoshi Drug Syrup Seized; Rs 43,350 Goods Recovered

અને ગુનામાં વપરાયેલું રૂ. 25,000 ની કિંમતનું પ્લેઝર સ્કૂટર મળી કુલ રૂ. 43,350 નો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો પૂછપરછ દરમિયાન આરોપી ઇકબાલે કબૂલાત કરી આ કફ સીરપનો જથ્થો તેણે એક અઠવાડિયા પહેલા સિદ્ધપુરની બ્રહ્મણીયા પોળમાં રહેતા રોહિત સીતારામ પ્રજાપતિ પાસેથી મેળવ્યો અને તે પોતાના સ્કૂટર પર લાવીને છૂટક વેચાણ કરતો પોલીસે આ મામલે કાકોશી પોલીસ સ્ટેશનમાં ભારતીય નાગરિક સુરક્ષા સંહિતાની કલમ 173 અને નાર્કોટીક્સ ડ્રગ્સ પદાર્થ અધિનિયમ (NDPS)ની કલમ 8(C), 21(C), 29 મુજબ ગુનો નોંધીને મુખ્ય આરોપી ઇકબાલ હુસૈન મન્સુરીની અટકાયત કરી જ્યારે જથ્થો સપ્લાય કરનાર રોહિતભાઈ પ્રજાપતિને પકડવા માટે કાર્યવાહી શરૂ કરી આ કેસની આગળની તપાસ પોલીસ સબ ઇન્સ્પેક્ટર વિનોદકુમાર અમૃતલાલ લીમ્બાચીયા ચલાવી રહ્યા.

garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0