કાંકરેજ તાલુકાની શિહોરી ટ્રાફિક પોલીસે કંબોઈ ચોકડી પર ટ્રાફિકને અડચણરૂપ ઉભા રાખેલા બે ખાલી ડમ્પર જપ્ત કર્યા

July 8, 2026

ગરવી તાકાત બનાસકાંઠા : બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ તાલુકાની શિહોરી ટ્રાફિક પોલીસે કંબોઈ ચોકડી પર ટ્રાફિકને અડચણરૂપ ઉભા રાખેલા બે ખાલી ડમ્પર જપ્ત કર્યા પોલીસે આ ડમ્પર ચાલકો સામે કડક કાર્યવાહી હાથ ધરી છેલ્લા ઘણા સમયથી કંબોઈ ચોકડી પર ડમ્પરો ગમે ત્યાં પાર્ક થતા હોવાથી ટ્રાફિકની ગંભીર સમસ્યા સર્જાઈ રહી ખાસ કરીને સવાર-સાંજના સમયે રસ્તો બ્લોક થવાથી વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડતો.

આ સમસ્યાને ધ્યાનમાં રાખીને શિહોરી ટ્રાફિક પોલીસે અચાનક ચેકિંગ હાથ ધર્યું ચેકિંગ દરમિયાન, રસ્તામાં અડચણરૂપ ઉભા રાખેલા બે ડમ્પરને કબ્જે લેવામાં આવ્યા બંને ડમ્પરને શિહોરી પોલીસ સ્ટેશન લાવવામાં આવ્યા અને જાહેર રસ્તામાં અડચણ ઊભી કરવા બદલ કલમ 285 મુજબ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી પોલીસની આ અચાનક કાર્યવાહીથી ડમ્પર ચાલકોમાં દોડધામ મચી ગઈ.

શિહોરી પોલીસે ડમ્પર ચાલકોને સ્પષ્ટ ચેતવણી આપી જો ભવિષ્યમાં રસ્તા પર ગેરકાયદેસર રીતે વાહનો પાર્ક કરવામાં આવશે, તો તેમની સામે વધુ કડક પગલાં લેવામાં આવશે સ્થાનિક નાગરિકોએ ટ્રાફિક પોલીસની આ કાર્યવાહીને આવકારી પોલીસે જણાવ્યું આગામી સમયમાં પણ કંબોઈ ચોકડી પર ટ્રાફિક વ્યવસ્થા જાળવવા માટે સતત વોચ રાખવામાં આવશે.

garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0