પાલનપુર કોર્ટે ચરસની હેરાફેરીના કેસમાં એક આરોપીને 20 વર્ષની સખત કેદની સજા અને રૂ. 2 લાખનો દંડ ફટકાર્યો…

July 8, 2026

ગરવી તાકાત પાલનપુર : પાલનપુરની એડિશનલ સેશન્સ કોર્ટે ચરસની હેરાફેરીના એક કેસમાં મહત્વનો ચુકાદો આપ્યો કોર્ટે એક આરોપીને 20 વર્ષની સખત કેદની સજા અને રૂ. 2 લાખનો દંડ ફટકાર્યો આ કેસનો અન્ય એક આરોપી હાલ ફરાર જાહેર કરાયો આ ઘટના 13 ઓક્ટોબર, 2022ના રોજ બની અમદાવાદ એટીએસને બાતમી મળી પંજાબના લુધિયાણાથી ફહીમ અજીમ બેગ અને સમીર અહેમદ શેખ ચરસનો મોટો જથ્થો લઈને મુંબઈ જઈ રહ્યા તેઓ આબુરોડ થઈને પાલનપુર તરફ આવી રહ્યા હોવાની ચોક્કસ માહિતી.

આ બાતમીના આધારે, અમદાવાદ એટીએસની ટીમે પાલનપુર ટોલનાકા પાસે છટકું ગોઠવ્યું બાતમીવાળી મારુતિ વેગનઆર કાર આવતા તેને રોકવામાં આવી અને તેની તલાશી લેવાઈ તલાશી દરમિયાન, કારમાંથી ફહીમ અજીમ બેગ અને સમીર અહેમદ શેખના કબજામાંથી 16 કિલો 760 ગ્રામ ચરસનો જથ્થો મળી આવ્યો આ જથ્થાની બજાર કિંમત આશરે રૂ. 1 કરોડ 51 લાખ 800 અંદાજવામાં આવી.

પુરાવા એકત્રિત કર્યા બાદ બંને આરોપીઓ સામે ચાર્જશીટ દાખલ કરવામાં આવી કેસની સુનાવણી પાલનપુરની એડિશનલ સેશન્સ કોર્ટમાં ચાલી એડિશનલ સેશન્સ જજ ડી.એસ. ત્રિવેદીએ NDPS એક્ટ હેઠળ આરોપી સમીર અહેમદ શેખને 20 વર્ષની સખત કેદ અને રૂ. 2 લાખના દંડની સજા ફટકારી આ કેસનો અન્ય આરોપી ફહીમ અજીમ બેગ ટ્રાયલ દરમિયાન વચગાળાના જામીન લઈને ફરાર થઈ ગયો કોર્ટે તેને નાસતો ફરતો જાહેર કર્યો અને તેની સામે વોરંટનો હુકમ પણ કર્યો.

garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0