ગરવી તાકાત સાબરકાંઠા : ઇડરમાં આગામી ભગવાન જગન્નાથની રથયાત્રાના સુચારુ આયોજન માટે ઇડર પોલીસ મથકે શાંતિ સમિતિની બેઠક યોજાઈ આ બેઠક ઇડરના ડીવાયએસપી સ્મિત ગોહિલની અધ્યક્ષતામાં યોજાઈ બેઠકમાં ભગવાન જગન્નાથની રથયાત્રાના રૂટ અને તેને શાંતિપૂર્ણ રીતે કેવી રીતે સંપન્ન કરી શકાય તે અંગે વિગતવાર ચર્ચા કરવામાં આવી.

આ શાંતિ સમિતિની બેઠકમાં નગર ઉત્સવ સમિતિના કાર્યકરો, કૈલાશભાઈ, ઇડર આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજના પ્રમુખ અશ્વિનભાઈ પટેલ, ઇડર રેલવે સ્ટેશન વિસ્તારના અગ્રણી જગદીશભાઈ મિસ્ત્રી, ઇડર શહેર કોંગ્રેસ પ્રમુખ જીતુભાઈ પંચાલ, મુકેશભાઈ સોલંકી, સિંધી સમાજના અગ્રણી જગદીશભાઈ મંગલાણી, નિવૃત્ત શિક્ષક વી.કે. પટેલ, ચિરાગભાઈ ગાંધી.

સહિત ઇડર શહેરના અનેક અગ્રણીઓ હાજર રહ્યા લઘુમતી સમાજના આગેવાનો પણ આ બેઠકમાં ઉપસ્થિત રહ્યા ઉલ્લેખનીય ઇડરમાં ભગવાન જગન્નાથની ભવ્ય રથયાત્રા નીકળવાની જેને લઈને ઇડર નગર ઉત્સવ સમિતિ દ્વારા તમામ પ્રકારની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી.


