ગરવી તાકાત મહેસાણા : વિજાપુર શહેરમાં સરદાર પટેલ સ્ટેચ્યુ નજીક આવેલી ફાઉન્ટેન હોટેલમાં મોડી રાત્રે પોલીસે ફિલ્મી ઢબે દરોડો પાડીને મોટા જુગારધામનો પર્દાફાશ કર્યો હોટેલના રૂમ નંબર 208માં પૈસા અને ગંજીપાનાં વડે તીન પત્તીનો હાર-જીતનો જુગાર રમાતો હોવાની ખાનગી રાહે બાતમી વિજાપુર પોલીસને મળી આ બાતમીના આધારે પોલીસે કાયદેસરની પ્રક્રિયા પૂર્ણ કરી વિભાગીય પોલીસ અધિક્ષક પાસેથી જુગારધારા હેઠળનું વોરંટ મેળવીને પંચોની હાજરીમાં આ રેડ કરી પોલીસની ટીમે જ્યારે રૂમમાં પ્રવેશ કર્યો ત્યારે સાત શખ્સો બેડ પર ગોળ કુંડાળું વળીને જુગાર રમી રહ્યાં.
અચાનક પોલીસને જોઈને જુગારીઓએ હાથમાં રહેલા પત્તા અને રોકડ નીચે ફેંકીને બચવાનો પ્રયાસ કર્યો પરંતુ પોલીસે સતર્કતા દાખવી તમામને ઘટનાસ્થળે જ રંગેહાથ ઝડપી લીધા પકડાયેલા આરોપીઓમાં વિજયસિંહ દિવાનસિંહ ઝાલા, પુનમકુમાર રમેશભાઈ રાવળ, વિપુલકુમાર ઉર્ફે રોહન મુકેશભાઈ રાવળ, ભરતજી ચંદુજી ઠાકોર, જગદીશકુમાર કાળુજી ઠાકોર, સંજયકુમાર અમૃતભાઈ રાવળ અને રોનક કિરીટભાઈ સોનીનો સમાવેશ થાય પોલીસ તપાસમાં સામે આવ્યું આ તમામ આરોપીઓ વિજાપુરના જ સ્થાનિક રહેવાસી.

આ સફળ દરોડા દરમિયાન પોલીસે આરોપીઓ પાસેથી કુલ રૂપિયા 50,300ની રોકડ રકમ, રૂપિયા 60,000ની કિંમતના સાત મોબાઈલ ફોન, તેમજ રૂપિયા 1.80 લાખની કિંમતના ત્રણ એક્ટિવા અને એક મોટરસાયકલ સહિત કુલ રૂપિયા 2,90,300નો મુદ્દામાલ કબ્જે કર્યો વિજાપુર પોલીસે આ તમામ આરોપીઓ વિરુદ્ધ ગુજરાત જુગાર પ્રતિબંધક ધારાની કલમ 4 અને 5 મુજબ ગુનો નોંધીને આગળની કાયદેસરની તપાસ હાથ ધરી શહેરના ભરચક અને મધ્ય વિસ્તારમાં આવેલી હોટેલમાં ચાલતી આ ગેરકાયદે પ્રવૃત્તિ પર પોલીસની કડક કાર્યવાહીથી જુગારના ગોરખધંધા સાથે સંકળાયેલા તત્વોમાં ભારે ફફડાટ વ્યાપી ગયો.


