બનાસકાંઠાના સાંસદ ગેનીબેન ઠાકોરના અધ્યક્ષસ્થાને પાલનપુર કલેકટર કચેરી ખાતે દિશા કમિટીની બેઠક યોજાઈ…

July 1, 2026

ગરવી તાકાત બનાસકાંઠા : બનાસકાંઠાના સાંસદ ગેનીબેન ઠાકોરના અધ્યક્ષસ્થાને પાલનપુર કલેકટર કચેરી ખાતે દિશા કમિટીની બેઠક યોજાઈ આ બેઠકમાં કેન્દ્ર અને રાજ્ય સરકારની વિવિધ યોજનાઓ હેઠળ સંલગ્ન વિભાગો દ્વારા થયેલી કામગીરીની સમીક્ષા કરવામાં આવી બેઠકમાં જિલ્લાના વિવિધ વિભાગો અને તમામ નગરપાલિકાઓની કામગીરીની સમીક્ષા કરાઈ જિલ્લાના અધિકારીઓએ સાંસદ સમક્ષ તેમની કામગીરી અંગેની માહિતી રજૂ કરી.

સમીક્ષા કરાયેલી મુખ્ય યોજનાઓમાં સ્વચ્છ ભારત મિશન, મનરેગા, પ્રધાનમંત્રી આવાસ યોજના, રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન, જનની સુરક્ષા કાર્યક્રમ, પ્રધાનમંત્રી માતૃવંદના યોજના અને મુખ્યમંત્રી અમૃતમ વાત્સલ્ય યોજનાનો સમાવેશ થાય આ ઉપરાંત, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી, પાલનપુર હેઠળની વિવિધ યોજનાઓની નાણાકીય અને ભૌતિક કામગીરીની પણ સમીક્ષા થઈ ICDS માર્ગ અને મકાન (રાજ્ય), ઈ-ગ્રામ યોજના, સર્વ શિક્ષા અભિયાન.

અને ખેતીવાડી વિભાગ સહિતના અન્ય વિભાગોએ પણ તેમની કામગીરીનો અહેવાલ રજૂ કર્યો સાંસદે આ તકે જરૂરી સૂચનો કર્યા સાંસદ ગેનીબેન ઠાકોરે બનાસકાંઠાના સર્વાંગી વિકાસ માટે તમામ વિભાગો વચ્ચે સુમેળ અને જવાબદારીપૂર્વક કાર્ય કરવા પર ભાર મૂક્યો તેમણે વિકાસલક્ષી યોજનાઓની કામગીરી સમયસર પૂર્ણ કરવા અને સરકારની યોજનાઓ છેવાડાના વ્યક્તિ સુધી પહોંચે તે સુનિશ્ચિત કરવા આહ્વાન કર્યું જેથી નાગરિકોને મહત્તમ લાભ મળી શકે.

garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0