ગરવી તાકાત બનાસકાંઠા : સુઈગામ તાલુકા કોંગ્રેસ સમિતિએ વીજ ટાવર લાઇન માટે ખેડૂતોને યોગ્ય વળતર નીતિ ઘડવાની માંગ સાથે સુઈગામ મામલતદારને આવેદનપત્ર સુપરત કર્યું આ આવેદનપત્ર મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલને ઉદ્દેશીને પાઠવવામાં આવ્યું આવેદનપત્રમાં જણાવાયું કે રાજ્યના વિવિધ જિલ્લાઓમાં ખાનગી કંપનીઓ દ્વારા સોલાર ઊર્જા, પવન ઊર્જા તેમજ વીજ ટ્રાન્સમિશન માટે મોટા પાયે વીજ ટાવર લાઇનનું કામ ચાલી રહ્યું હાલની નીતિમાં રહેલી વિસંગતતાઓને કારણે ખેડૂતોને પૂરતું અને યોગ્ય વળતર મળતું નથી જેનાથી ખેડૂતોમાં અસંતોષ પ્રવર્તી રહ્યો.

સુઈગામ તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ ભરતસિંહ રાજપૂતે રજૂઆતમાં જણાવ્યું અસરગ્રસ્ત ખેડૂતોના હિતોને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકારે તાત્કાલિક યોગ્ય વળતર નીતિ જાહેર કરવી જોઈએ નવી નીતિ અમલમાં ન આવે ત્યાં સુધી વીજ ટાવર લાઇનના કામ અંગે અસરગ્રસ્ત ખેડૂતો સાથે અન્યાય ન થાય તેની ખાતરી કરવા પણ માંગ કરવામાં આવી કોંગ્રેસ સમિતિએ રજૂઆતમાં વધુમાં જણાવ્યું વીજ ઉત્પાદન અને પરિવહન કરતી કંપનીઓ દ્વારા ખેડૂતોને બજાર કિંમત અથવા બિનખેતી (વાણિજ્યિક) જમીનના ધોરણે યોગ્ય વળતર ચૂકવવાની વ્યવસ્થા કરવામાં આવે જેથી ખેડૂતોના હક્કોનું રક્ષણ થઈ શકે.

આ આવેદનપત્ર દ્વારા રાજ્ય સરકારને ખેડૂતોના હિતમાં સંવેદનશીલ અભિગમ અપનાવી યોગ્ય વળતર નીતિ ઘડી તાત્કાલિક અમલમાં મૂકવા ભારપૂર્વક માંગણી કરવામાં આવી આ કાર્યક્રમમાં સુઈગામ તાલુકા કોંગ્રેસ પ્રમુખ ભરતસિંહ રાજપૂત, જિલ્લા પંચાયતના સદસ્ય રમેશભાઈ ઠાકોર, વિરોધ પક્ષના નેતા સિધ્ધરાજસિંહ વાઘેલા, તાલુકા સદસ્યો મફાજી ઠાકોર,હરસેંગજી રાજપૂત, વિહાજી ડોડિયા, પૂર્વ તાલુકા પંચાયત સદસ્યો અતુભા મલેક, માનસિંહજી ઠાકોર, રત્નાજી અંભાણી, તેમજ તાલુકાભરમાંથી કોંગ્રેસ કાર્યકરો ઉપસ્થિત રહ્યા.


