પાલનપુર શહેર પશ્ચિમ પોલીસે નકલી સોનું વેચીને છેતરપિંડી આચરનારા બે આરોપીઓને ઝડપી પાડ્યા…

June 30, 2026

ગરવી તાકાત બનાસકાંઠા : પાલનપુર શહેર પશ્ચિમ પોલીસે નકલી સોનું વેચીને છેતરપિંડી આચરનારા બે આરોપીઓને ઝડપી પાડ્યા આ શખ્સોએ એક વ્યક્તિને અસલી સોનું બતાવી વિશ્વાસ કેળવ્યો અને ત્યારબાદ નકલી સોનાનો હાર પધરાવી ₹2.20 લાખની ઠગાઈ કરી પોલીસે ગુનાનો 100% મુદ્દામાલ રિકવર કર્યો ગત 20 જૂન, 2026ના રોજ પાલનપુરની એક ખાનગી આઈ.સી.યુ. ખાતે સારવાર માટે આવેલા મફાજી નામના વ્યક્તિને બે અજાણ્યા ઇસમો મળ્યા તેમણે મફાજીને જણાવ્યું તેમને ખોદકામ દરમિયાન સોનું મળ્યું પરંતુ બિલ ન હોવાથી તેઓ તેને વેચી શકતા નથી વિશ્વાસ કેળવવા માટે આરોપીઓએ મફાજીને બે અસલી સોનાના મણકા આપ્યા.

પાલનપુરમાં મફતના ભાવે સોનાની ચેઈન લેવા જતાં મફાજીને પિત્તળ મળ્યું, પોલીસે  ₹2.20 લાખ સાથે 2ને દબોચ્યા

મફાજીએ તે મણકા સોની પાસે ચેક કરાવતા તે અસલી હોવાનું જાણવા મળ્યું આનાથી મફાજીને આરોપીઓ પર વિશ્વાસ બેસી ગયો વિશ્વાસમાં આવ્યા બાદ, મફાજીએ પોતાની બચતના ₹2,20,000 રોકડા તે ઇસમોને આપ્યા બદલામાં આરોપીઓએ તેમને સોનેરી રંગનો મણકાનો હાર આપ્યો મફાજીએ તે હાર ફરીથી સોનીની દુકાને ચેક કરાવતા તે પિત્તળની ધાતુનો હોવાનું બહાર આવ્યું પોતાની સાથે છેતરપિંડી થઈ હોવાનું જણાતા મફાજીએ તાત્કાલિક પાલનપુર શહેર પશ્ચિમ પોલીસ સ્ટેશનનો સંપર્ક કર્યો અને અજાણ્યા ઇસમો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી.

ગુનો વણશોધાયેલો હોવાથી પાલનપુર શહેર પશ્ચિમ પોલીસે અલગ-અલગ ટીમો બનાવી ગુના સ્થળની મુલાકાત લીધી આસપાસના સીસીટીવી ફૂટેજ તપાસી આરોપીઓની ભાષા અને ગુનો કરવાની મોડસ ઓપરેન્ડીના આધારે તેમની ઓળખ પ્રસ્થાપિત કરી પોલીસે બંને આરોપીઓને ઝડપી પાડ્યા પૂછપરછ દરમિયાન આરોપીઓએ ગુનાની કબૂલાત કરી અને પોલીસે તેમની પાસેથી ઠગાઈથી મેળવેલા ₹2,20,000 સંપૂર્ણપણે રિકવર કર્યા પાલનપુર શહેર પશ્ચિમ પોલીસ હાલ એ દિશામાં તપાસ કરી રહી આ આરોપીઓએ આ પ્રકારના અન્ય ગુના કર્યા કેમ અને આ ગુનામાં અન્ય કોઈ આરોપીઓ સંડોવાયેલા કેમ.

garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0