મહેસાણાના બિલાડી બાગ પાસે આવેલા જજ બંગલા ખાતે ફરજ દરમિયાન દારૂ પીધેલી હાલતમાં મળી આવેલા હોમગાર્ડ જવાન વિરુદ્ધ ફરિયાદ…

June 30, 2026

ગરવી તાકાત મહેસાણા : મહેસાણા શહેરના બિલાડી બાગ પાસે આવેલા જજ બંગલા ખાતે ફરજ દરમિયાન દારૂ પીધેલી હાલતમાં મળી આવેલા એક હોમગાર્ડ જવાન વિરુદ્ધ એ-ડિવિઝન પોલીસ સ્ટેશનમાં કાયદેસરની ફરિયાદ નોંધાવવામાં આવી પોતાની શારીરિક સ્થિતિનું ભાન પણ ન રાખી શકે તેટલા હદ સુધી નશો કરેલા આ જવાન સામે હોમગાર્ડ સીટી યુનિટના ઇન્ચાર્જ દ્વારા ગુનો દાખલ કરાવવામાં આવ્યો મહેસાણાના વિસનગર રોડ પર આવેલી ગાયત્રી મંદિર સામેની હોમ લોકોની સોસાયટીમાં રહેતા અને હાલ હોમગાર્ડ સીટી યુનિટમાં ઇન્ચાર્જ તરીકે નાઇટ ચેકિંગની ફરજ બજાવતા રમેશભાઇ નારણભાઈ મકવાણાએ આ અંગે શહેર એ-ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી.

ફરિયાદની વિગતો અનુસાર રાત્રિના આશરે 10.15 વાગ્યે મહેસાણા બિલાડી બાગ પાસે આવેલા જજ બંગલા ખાતેથી ખુદ જજ સાહેબે ઇન્ચાર્જ રમેશભાઇને ફોન કરીને જાણ કરી કે તેમના બંગલા પર સુરક્ષા માટે તૈનાત હોમગાર્ડ જવાન દારૂ પીધેલી હાલતમાં જજ સાહેબના ફોન બાદ ઇન્ચાર્જ રમેશભાઈ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગયા અને આ ગંભીર બાબત અંગે સ્થાનિક પોલીસને પણ વાકેફ કરી સ્થળ પર તપાસ કરતા જજ બંગલા પર બપોરે 2.00થી રાત્રે 10.00 વાગ્યા સુધીની શિફ્ટમાં ફરજ પર તૈનાત હોમગાર્ડ જવાન શૈલેષભાઇ મુળચંદભાઇ પરમાર અતિશય નશાની હાલતમાં મળી આવ્યો.

દારૂના ભારે નશાના કારણે તે પોતાની શારીરિક સ્થિતિનું ભાન પણ રાખી શકે તેમ નહોતો. જવાબદાર સરકારી સ્થળે અને ન્યાયાધીશના નિવાસસ્થાને જ ફરજ પર દારૂ પીધેલી હાલતમાં પકડાયેલા આ હોમગાર્ડ જવાનને તુરંત પોલીસ સ્ટેશન લાવવામાં આવ્યો ઇન્ચાર્જ રમેશભાઇ મકવાણાની ફરિયાદના આધારે મહેસાણા એ-ડિવિઝન પોલીસે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી અને તપાસ હાથ ધરી આ ઘટનાને પગલે હોમગાર્ડ વિભાગ અને સ્થાનિક પોલીસ બેડામાં ભારે ચકચાર મચી ગઈ.

garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0