ગરવી તાકાત મહેસાણા : વડનગર તાલુકા પોલીસ સ્ટાફ પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન મળેલી ખાનગી અને ચોક્કસ બાતમીના આધારે પોલીસે ચાંદપુરા ગામની સીમમાં ખુલ્લા ખેતરમાં દરોડો પાડી જુગાર રમતા ચાર ઇસમોને ઝડપી પાડ્યા પોલીસે આરોપીઓ પાસેથી કુલ રૂપિયા 11,200 ની રોકડ રકમ સહિત જુગારનું સાહિત્ય કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી વડનગર પોલીસ મથકનો સ્ટાફ વિસ્તારમાં પેટ્રોલિંગમાં તે દરમિયાન વડબાર પાટીયા નજીક બાતમી મળી.

કે ચાંદપુરા ગામની સીમમાં કેટલાક ઇસમો એકઠા થઈને જુગાર રમી રહ્યા બાતમીના આધારે પોલીસે પંચોને સાથે રાખીને ઘટનાસ્થળે કોર્ડન કરીને રેઇડ કરી રેડ દરમિયાન ગોળ કુંડાળું વળીને જુગાર રમતા ચાર ઇસમોને રંગેહાથ ઝડપી પાડવામાં આવ્યા પકડાયેલા ઇસમોની ઓળખ સિપાહી શહીદખાન ઇસ્માઇલખાન ઇમામખાન સિપાહી શમશેરખાન સરવરખાન શમશેરખાન ગોહિલ નિતીનભાઈ ડાહ્યાભાઈ પશાભાઈ.

અને ભંગી જગદીશભાઈ મંગળદાસ મોહનભાઈ તરીકે થઈ પોલીસે આરોપીઓની અંગ ઝડતી લેતા તેમાંથી રૂપિયા 9000ની રોકડ તથા જુગારના દાવ પરથી વેરવિખેર થયેલી રૂપિયા 22,00ની રોકડ મળી કુલ રૂપિયા 11,200નો મુદ્દામાલ અને ગંજીપાના જપ્ત કર્યા વડનગર પોલીસે ચારેય આરોપીઓ વિરુદ્ધ જુગાર ધારા કલમ-12 મુજબ ગુનો નોંધી આગળની કાયદેસરની તપાસ શરૂ કરી.


