ચીભડા આઉટપોસ્ટ પોલીસે મખાણું ગામ નજીકથી વિદેશી દારૂ અને બિયરનો મોટો જથ્થો ઝડપી પાડ્યો…

June 29, 2026

ગરવી તાકાત બનાસકાંઠા : દિયોદર તાલુકાના ચીભડા આઉટપોસ્ટ પોલીસે મખાણું ગામ નજીકથી વિદેશી દારૂ અને બિયરનો મોટો જથ્થો ઝડપી પાડ્યો પોલીસે કુલ ₹3.78 લાખનો મુદ્દામાલ જપ્ત કરીને એક આરોપીની ધરપકડ કરી પોલીસને મળેલી બાતમીના આધારે મખાણું ગામ નજીક વાહન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું આ દરમિયાન, GJ-08-AY-5945 નંબરના એક પીકઅપ ડાલાને રોકાવી તેની તલાશી લેવામાં આવી.

દિયોદર પોલીસ સ્ટેશનના ગુનામાં ફરાર આરોપીને વાવ થરાદ SOGએ દિયોદર ટાઉનમાંથી  ઝડપી પાડ્યો.. – Garvi Takat – Gujarat News, Bollywood News, Breaking News,  Politics News etc.

તપાસ દરમિયાન, પીકઅપ ડાલામાં ખાસ સિસ્ટમથી બનાવેલા ચોર ખાનામાંથી વિવિધ બ્રાન્ડની ભારતીય બનાવટની વિદેશી દારૂ અને બિયરની કુલ 885 બોટલો મળી આવી પોલીસે સ્થળ પરથી રાજસ્થાનના બાડમેર જિલ્લાના લીલસર ગામના રહેવાસી સતારામ આશુરામ લિખમારામ સાહુ જાટ ચૌધરીને ઝડપી પાડ્યો.

Chibhda Police Seize Liquor Worth ₹3.78 Lakh; One Arrested

તેની પાસેથી ₹1,78,315ની કિંમતનો દારૂ-બિયરનો જથ્થો અને ₹2,00,000ની કિંમતનું પીકઅપ વાહન મળી કુલ ₹3,78,315નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો દિયોદર પોલીસે આ મામલે સંબંધિત કલમો હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી દારૂની હેરાફેરીના આ નેટવર્કના મૂળ સુધી પહોંચવા માટે ઊંડાણપૂર્વક તપાસ ચાલી રહી.

garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0