મહેસાણા LCBએ કડી તાલુકાના કુંડાણ ગામ નજીકથી વિદેશી દારૂ ભરેલી બોલેરો ગાડી ઝડપી પાડી…

June 25, 2026

ગરવી તાકાત મહેસાણા : મહેસાણા લોકલ ક્રાઈમ બ્રાન્ચએ કડી તાલુકાના કુંડાણ ગામ નજીકથી વિદેશી દારૂ ભરેલી બોલેરો ગાડી ઝડપી પાડી પોલીસે નાકાબંધી દરમિયાન આ કાર્યવાહી કરી જોકે, બુટલેગર પોલીસને જોઈને ગાડી મૂકીને ફરાર થઈ ગયો પોલીસે દારૂ અને ગાડી સહિત કુલ રૂ. 4,05,300 નો મુદ્દામાલ જપ્ત કર્યો મહેસાણા LCB ના પોલીસ સબ ઇન્સ્પેક્ટર બી.એ. પરમાર અને તેમની ટીમ કડી વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહી તે દરમિયાન તેમને ગુપ્ત બાતમી મળી નંદાસણ તરફથી સફેદ મહિન્દ્રા બોલેરો ગાડીમાં વિદેશી દારૂનો જથ્થો કડી તરફ આવી રહ્યો.

Mehsana Local Crime Branch seized Indian-made foreign liquor from Unjha  area; The police conducted a quick investigation of the bootleggers

આ બાતમીના આધારે પોલીસે કુંડાણ ગામના બસ સ્ટેશન પાસે દૂધસાગર ડેરી નજીક નાકાબંધી ગોઠવી વોચ દરમિયાન બાતમીવાળી બોલેરો ગાડી આવતા પોલીસે તેને રોકવાનો ઈશારો કર્યો જોકે, ગાડી ચાલકે પોલીસને જોઈને ગાડી ભગાવી અને ભીડનો લાભ લઈને ગાડી રસ્તાની બાજુમાં મૂકીને ફરાર થઈ ગયો પોલીસે ગાડીની તપાસ કરતા તેમાંથી વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો પોલીસે બોલેરો ગાડીમાંથી વિવિધ બ્રાન્ડની કુલ 492 બોટલ વિદેશી દારૂ જપ્ત કર્યો જેમાં 10 પેટી (120 કાચની બોટલો) જેની કિંમત રૂ. 58,800, 228 પ્લાસ્ટિકની છૂટી બોટલો જેની કિંમત રૂ. 28,522.

રૂ. 4.05 લાખનો મુદ્દામાલ જપ્ત, ગાડીમાંથી મળેલા દસ્તાવેજોના આધારે જામનગરના  શખ્સ સામે ગુનો

અને 144 કાચની છૂટી બોટલો જેની કિંમત રૂ. 18,000/- નો સમાવેશ થાય દારૂની કુલ કિંમત રૂ. 1,05,300 આંકવામાં આવી પોલીસે રૂ. 1,05,300 નો દારૂ અને રૂ. 3,00,000 ની બોલેરો ગાડી સહિત કુલ રૂ. 4,05,300નો મુદ્દામાલ જપ્ત કર્યો ગાડીમાંથી જાડેજા યુવરાજસિંહ વિક્રમસિંહ (રહે. શાસ્ત્રીનગર, શંકરટેકરી, ડાગરવાડા, જામનગર) ના નામનું આધારકાર્ડ અને ડ્રાઇવિંગ લાયસન્સ મળી આવ્યું આ દસ્તાવેજોના આધારે પોલીસે ફરાર આરોપી વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ LCBના PSI અંબારામ ધારસિંહ કાંકરેચાને સોંપી.

garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0