ગરવી તાકાત પાટણ : પાટણ જિલ્લાના હારીજ તાલુકાના જમણપુર ગામના એક ખેડૂત સાથે લંડન મોકલવાના બહાને રૂ. 32.35 લાખની છેતરપિંડી આચરવામાં આવી ખેડૂત વનરાજસિંહ મફાજી વાઘેલા અને તેમની પત્નીને વર્ક પરમિટ વિઝા અપાવવાની લાલચ આપી આ રકમ પડાવી લેવામાં આવી આ મામલે હારીજ પોલીસ મથકે ત્રણ આરોપીઓ વિરુદ્ધ ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા (BNSS)ની કલમ 318(2), 316(2) અને 54 હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી પ્રાપ્ત માહિતી અનુસાર, જમણપુર ગામના વનરાજસિંહ મફાજી વાઘેલાના લગ્ન જોટાણા તાલુકાના વિરસોડા ગામના દાદુભા ઉદેશંગ પરમારની પુત્રી ધરતીબા સાથે થયા વનરાજસિંહના પત્નીના ફોઈના દીકરા પ્રવિણસિંહ ઉર્ફે લાલો દશરથસિંહ સોલંકી અને તેમની પત્ની અજુબા પ્રવિણસિંહ સોલંકીએ આશરે અઢી વર્ષ પહેલા વનરાજસિંહનો ફોન પર સંપર્ક કર્યો.

આ દંપતીએ વનરાજસિંહ અને તેમની પત્નીને લંડનમાં વર્ક પરમિટ વિઝા કરાવી આપવાની લાલચ આપી તેમણે જણાવ્યું બંને પતિ-પત્નીને લંડન બોલાવવા માટે કુલ રૂ.32,35,000નો ખર્ચ થશે. શરૂઆતમાં પ્રોસેસ શરૂ કરવા માટે રૂ. 10 લાખની માંગણી કરવામાં આવી આ દરમિયાન, પ્રવિણસિંહના સસરા જીતેન્દ્રસિંહ લક્ષ્મણજી ચાવડાએ પણ પૈસા બાબતે કોઈ પ્રશ્ન ઊભો થાય તો પોતાની જવાબદારી રહેશે તેવી બાંહેધરી આપી આરોપીઓના કહેવા મુજબ, વનરાજસિંહે કમલેશકુમાર પટેલ અને સંદીપભાઈ પટેલના નામે હારીજ અને મહેસાણાની PM આંગડિયા પેઢી મારફતે અમદાવાદ ખાતે ટુકડે-ટુકડે કુલ રૂ. 32,35,000 મોકલી આપ્યા.

નાણાં મળી ગયા બાદ પણ લાંબા સમય સુધી વિઝા ન આવતા વનરાજસિંહે વિઝા અંગે પૂછપરછ કરી પરંતુ આરોપીઓ તરફથી માત્ર વાયદા જ આપવામાં આવ્યા વનરાજસિંહે આ બાબતે જીતેન્દ્રસિંહ ચાવડાનો સંપર્ક સાધતા તેમણે પણ જમાઈ લંડનથી પરત આવ્યા બાદ હિસાબ ચૂકવવાની અથવા પૈસા પરત આપવાની ખાતરી આપી આખરે, પ્રવિણસિંહે વોટ્સએપ કોલ કરીને વિઝા કે રૂપિયા પરત નહીં મળે અને થાય તે કરી લેવા અંગે ધમકી આપી પોતે છેતરાયા હોવાનો અહેસાસ થતા વનરાજસિંહે હારીજ પોલીસ સ્ટેશનમાં પ્રવિણસિંહ સોલંકી અજુબા સોલંકી અને જીતેન્દ્રસિંહ ચાવડા વિરુદ્ધ સત્તાવાર ફરિયાદ નોંધાવી પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી.


