બનાસકાંઠાના થરા પોલીસે સાયબર ફ્રોડના બે આરોપીઓને ગણતરીના કલાકોમાં ઝડપી પાડ્યા…

June 25, 2026

ગરવી તાકાત બનાસકાંઠા : બનાસકાંઠાના થરા પોલીસે સાયબર ફ્રોડના બે આરોપીઓને ગણતરીના કલાકોમાં ઝડપી પાડ્યા આ આરોપીઓ સામે થરા પોલીસ સ્ટેશનમાં ₹1.35 લાખની છેતરપિંડીનો ગુનો નોંધાયો રાજપુર ગામના મહેશપુરી પ્રહલાદપુરી ગૌસ્વામીએ થરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી તેમની સાથે 1 જૂન, 2026 થી 4 જૂન, 2026 દરમિયાન ₹1,35,000નું સાયબર ફ્રોડ થયું આ ફરિયાદના આધારે થરા પોલીસ સ્ટેશનમાં BNS કલમ 318(2), 54, 351(3).

તથા ઇન્ફોર્મેશન ટેકનોલોજી એક્ટ-2000ની કલમ 66(C) અને 66(D) હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો પોલીસે NCCRP પોર્ટલ, ICJS પોર્ટલ, CDR અને ટેકનિકલ એનાલિસિસ તેમજ હ્યુમન સોર્સનો ઉપયોગ કરીને તપાસ હાથ ધરી તપાસ દરમિયાન, પોલીસે મહેસાણા જિલ્લાના ખેરાલુ તાલુકાના શ્રીમાળી વાડો, લક્ષ્મીપુરા વાસના રહેવાસી ચેતનાબેન વિનોદરાય શનાલાલ ત્રિવેદી અને ઉમંગકુમાર ગૌરાંગભાઈ ત્રિવેદીને ઝડપી પાડ્યા.

આ આરોપીઓ કુલ ₹1,07,01,793ના સાયબર ફ્રોડમાં સંડોવાયેલા હોવાનું સામે આવ્યું કામગીરી થરા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એન.કે.વિંઝુડાના માર્ગદર્શન હેઠળ અ.હેડ.કોન્સ. અલ્પેશકુમાર મોતીભાઈ,અ.હેડ.કોન્સ. સંજયકુમાર બાબુલાલ,અ.પો.કોન્સ. કરણજી તરસંગજી, અ.પો.કોન્સ. હરેશકુમાર સેંધાભાઈ અને આ.પો.કોન્સ. વિક્રમસિંહ દાદુભા દ્વારા કરવામાં આવી હતી. પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી.

garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0