11 વર્ષ પહેલા સોનીની દુકાનમાં થયેલી ચોરીનો ભેદ મહેસાણા LCBએ ઉકેલ્યો, એક આરોપીને દબોચ્યો…

June 22, 2026

ગરવી તાકાત મહેસાણા : બનાસકાંઠા જિલ્લાના ભીલડી પોલીસ સ્ટેશન વિસ્તારમાં આજથી અગિયાર વર્ષ અગાઉ વર્ષ 2015માં એક સોનીની દુકાનમાંથી સોના-ચાંદીના દાગીનાની મોટી ચોરી થઈ લાંબા સમયથી વણઉકેલાયેલા આ ઘરફોડ ચોરીના ગુનાનો ભેદ ઉકેલવામાં મહેસાણા લોકલ ક્રાઈમ બ્રાન્ચ ને મોટી સફળતા મળી પોલીસે આ મામલે એક આરોપીને મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યો જ્યારે અન્ય બે સાગરીતોને વોન્ટેડ જાહેર કરી આગળની તપાસ હાથ ધરી મહેસાણા LCBના પોલીસ ઇન્સ્પેક્ટર એ.એમ.કામળીયાના માર્ગદર્શન હેઠળ જિલ્લામાં મિલકત વિરૂદ્ધના ગુનાઓ અને ઘરફોડ ચોરીના બનાવો અટકાવવા તેમજ વણઉકેલાયેલા ગુનાઓ શોધી કાઢવા માટે અલગ-અલગ ટીમો કાર્યરત કરવામાં આવી.

ભાન ભૂલ્યો ભાઈ ! બહેન સાથેનો પ્રેમ સંબંધ ખટક્યો તો ખૂંપાવી છરી, ફિલ્મ ઢબે  હત્યાને અંજામ

આ દરમિયાન પોલીસ ટીમને ચોક્કસ બાતમી મળી મહેસાણા રામોસણા બ્રિજ નીચેથી ઊંઝા તરફ જતા રસ્તા પર દર્શન હોટેલ પાસે એક શંકાસ્પદ ઇસમ ઊભો આ ઇસમ આશરે અગિયાર-બાર વર્ષ અગાઉ ડીસા તાલુકાના નવી ભીલડી ખાતે સોનીની દુકાનમાં થયેલી ચોરીની ઘટનામાં સામેલ બાતમીના આધારે LCBની ટીમે દર્શન હોટેલ આગળથી દીપકકુમાર પ્રતાપજી કલાજી ઠાકોર નામના ઇસમને રૂપિયા 5000ની કિંમતના એક મોબાઈલ ફોન સાથે ઝડપી લીધો પોલીસની સઘન પૂછપરછ દરમિયાન આરોપી દીપકકુમારે ગુનાની કબૂલાત કરતા જણાવ્યું વર્ષ 2015માં તેણે તેના અન્ય બે મિત્રો કિશોરકુમાર ઉર્ફે કે.કે. કાંતિલાલ પંચાલ અને નકુલકુમાર બાબુલાલ ઠક્કર સાથે મળીને નવી ભીલડી ખાતે આવેલી.

Mehsana LCB Nabs One, Two Wanted in 11-Year-Old Jewellery Shop Theft

એક સોનીની દુકાનનું શટર તોડ્યું ત્યારબાદ દુકાનમાં રાખેલા બોક્સમાંથી સોનાની ચૂકો અને ચાંદીના જુડાની ચોરી કરી આ કબૂલાતના આધારે પોલીસે રેકોર્ડ તપાસતા માલૂમ પડ્યું આ ચોરી અંગે ભીલડી પોલીસ સ્ટેશનમાં વર્ષ 2016માં ઇ.પી.કો. કલમ 457 અને 380 મુજબ ગુનો નોંધાયો મહેસાણા LCBએ પકડાયેલા આરોપી દીપકકુમાર ઠાકોર વિરૂદ્ધ કાયદેસરની કાર્યવાહી કરીને તેને આગળની તપાસ અને કાર્યવાહી માટે મહેસાણા શહેર બી-ડિવિઝન પોલીસ સ્ટેશનને સોંપ્યો આ સાથે જ ચોરીની ઘટનામાં સામેલ અન્ય બે વોન્ટેડ આરોપીઓ કિશોરકુમાર પંચાલ અને નકુલકુમાર ઠક્કરને ઝડપી પાડવા માટે પોલીસે ચક્રો ગતિમાન કર્યા.

garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0