પાટણ સાયબર ક્રાઇમ પોલીસે ‘ઓપરેશન મ્યુલ હન્ટ 2.0’ અંતર્ગત એક આરોપીને બેંક દસ્તાવેજો અને સિમકાર્ડ સાથે ઝડપી પાડ્યો..

June 22, 2026

ગરવી તાકાત પાટણ : પાટણ સાયબર ક્રાઇમ પોલીસે ગુજરાત સરકારના ‘ઓપરેશન મ્યુલ હન્ટ 2.0’ અંતર્ગત મોટી સફળતા મેળવી પોલીસે સાયબર ફ્રોડમાં સંડોવાયેલા એક આરોપીને મોટી સંખ્યામાં બેંક દસ્તાવેજો અને સિમકાર્ડ સાથે ઝડપી પાડ્યો આ ગેંગ લોકોના બેંક ખાતાઓ ભાડે મેળવી તેનો ઉપયોગ સાયબર ગુનાના નાણાકીય વ્યવહારો માટે કરતી ખાનગી બાતમીના આધારે પાટણના હર્ષનગર સોસાયટી વિસ્તારમાં તપાસ હાથ ધરવામાં આવી પોલીસે આરોપી નિલેશકુમાર ભલા રાઠોડ (ઉંમર 39)ને 41 પાસબુક, 39 ચેકબુક, 47 ATM કાર્ડ.

અને 9 મોબાઇલ સિમકાર્ડ સાથે ઝડપી પાડ્યો પોલીસ તપાસમાં સામે આવ્યું કે પકડાયેલ આરોપી નિલેશ રાઠોડ સ્થાનિક લોકોને નાણાકીય લાલચ આપી તેમના નામના બેંક ખાતાઓ ખોલાવતો આ ખાતાઓની બેંકિંગ કીટ (પાસબુક, ચેકબુક, ATM કાર્ડ, સિમકાર્ડ, ઇન્ટરનેટ બેંકિંગ વિગતો) તે ગોવા ખાતે રહેતા તેના સાગરીત ચેતન દશરથ ઠક્કરને પહોંચાડતો આ ખાતાઓનો ઉપયોગ સાયબર ગુનાઓમાંથી મેળવેલી રકમના વ્યવહારો માટે થતો ગુજરાત રાજ્યમાં બેંક ખાતાઓ ભાડે આપવાની ગેરકાયદેસર પ્રવૃત્તિને રોકવા.

અને સાયબર ગુનેગારોના નાણાકીય નેટવર્કને નાબૂદ કરવાના ઉદ્દેશ્યથી ‘ઓપરેશન મ્યુલ હન્ટ 2.0’ શરૂ કરવામાં આવ્યું DYSP પરેશ રેણુકાએ જણાવ્યું આરોપી નિલેશકુમાર રાઠોડ અને ચેતન દશરથ ઠક્કર છેલ્લા ચાર વર્ષથી આ પ્રકારની ગેરકાયદેસર પ્રવૃત્તિ આચરી રહ્યા આ મામલે સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન દ્વારા બંને ઇસમો વિરુદ્ધ ગુનો દાખલ કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી અને મુખ્ય આરોપી નિલેષ રાઠોડની ધરપકડ કરવામાં આવી જ્યારે ગોવા રહેતા ચેતન ઠક્કરને પકડવાના ચક્રો ગતિમાન કરાયા.

garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0