ગરવી તાકાત બનાસકાંઠા : ગુજરાતમાં આશા વર્કર બહેનોએ પોલીયો કામગીરીના ઈન્સેન્ટિવમાં વધારો ન થવા અને છેલ્લા ચાર મહિનાથી વેતન ન મળવાના વિરોધમાં ત્રણ દિવસીય હડતાળ શરૂ કરી આ હડતાળને કારણે રાજ્યમાં પોલીયો નાબૂદીની કામગીરી પર અસર થવાની સંભાવના આશાવર્કર બહેનોએ વાવ-થરાદના કલેક્ટરને આવેદનપત્ર આપીને રજૂઆત કરી આશા વર્કર બહેનોએ વર્ષોથી ગુજરાતમાં પોલીયો નાબૂદી માટે નિષ્ઠાપૂર્વક સેવાઓ આપી શરૂઆતમાં તેમને 75 રૂપિયાનું નજીવું ઈન્સેન્ટિવ મળતું જે હવે વધીને 100 રૂપિયા થયું.

તેમણે ગામડે-ગામડે અને સ્થળાંતરિત પરિવારોના બાળકોને શોધીને પોલીયો રસી પીવડાવી ગુજરાતને પોલીયો મુક્ત બનાવવામાં મહત્ત્વપૂર્ણ યોગદાન આપ્યું વધતી જતી મોંઘવારી, જેમાં રાંધણગેસ, ખાદ્યતેલ, દાળ, શાકભાજી અને દૂધના ભાવમાં થયેલો વધારો સામેલ તેને જોતાં દૈનિક 100 રૂપિયાનું ઈન્સેન્ટિવ અપૂરતું આ ઉપરાંત, તેમને છેલ્લા ચાર મહિનાથી ઈન્સેન્ટિવની ચુકવણી પણ કરવામાં આવી નથી જેના કારણે તેમની આર્થિક સ્થિતિ કથળી આશા વર્કર બહેનોની મુખ્ય માંગણીઓમાં પોલીયો કામગીરીના ઈન્સેન્ટિવમાં વધારો.

અન્ય તમામ આરોગ્યલક્ષી કામગીરીના ઈન્સેન્ટિવમાં વધારો, અને સમયસર વેતનની ચુકવણીનો સમાવેશ થાય તેમની વર્ષો જૂની ફિક્સ વેતન કે લઘુત્તમ વેતનની માંગ પણ હજુ સંતોષાઈ નથી. પોતાની માંગણીઓ પ્રત્યે સરકારનું ધ્યાન દોરવા માટે, આશા વર્કર બહેનોએ પોલીયો કામગીરીનો બહિષ્કાર કરીને વિરોધ નોંધાવ્યો તેઓ અપેક્ષા રાખે કે સરકાર તેમની માંગણીઓ પર યોગ્ય વિચારણા કરીને વહેલી તકે નિરાકરણ લાવશે આ અંગે પી.કે. પરમાર દ્વારા સંબંધિત સત્તાવાળાઓને રજૂઆત કરવામાં આવી.


