ગરવી તાકાત બનાસકાંઠા : બનાસકાંઠા પોલીસે પાલનપુરમાં થયેલા ચેઇન સ્નેચિંગના એક વણઉકેલાયેલા ગુનાનો ભેદ ઉકેલી બે રીઢા ગુનેગારોને ઝડપી પાડ્યા પોલીસે આરોપીઓ પાસેથી કુલ રૂ. 1.70 લાખનો મુદ્દામાલ રિકવર કર્યો પોલીસના જણાવ્યા અનુસાર, ગત 9 જૂન, 2026ના રોજ રાત્રે આશરે 8:45 વાગ્યે લક્ષ્મીપુરા ગામમાં આ ઘટના બની બે અજાણ્યા શખ્સો મોટરસાઇકલ પર આવી એક મહિલાના ગળામાંથી સોનાની ચેઇન ઝૂંટવી ફરાર થઈ ગયા આ મામલે પાલનપુર શહેર પશ્ચિમ પોલીસ સ્ટેશનમાં બી.એન.એસ. કલમ 304(2) અને 54 હેઠળ ગુનો નોંધવામાં આવ્યો.
![]()
ડો. જે.જે. ગામીતના માર્ગદર્શન અને આર.કે.પટેલની દેખરેખ હેઠળ પોલીસે અલગ-અલગ ટીમો બનાવી તપાસ શરૂ કરી પોલીસે ઘટનાસ્થળ અને શહેરના પ્રવેશ-નિકાસ માર્ગોના સીસીટીવી ફૂટેજની તપાસ કરી આરોપીઓના પહેરવેશ, ઉંમર, દેખાવ, મોટરસાઇકલ અને ગુના કરવાની પદ્ધતિના આધારે હ્યુમન સોર્સિસની મદદથી બંને આરોપીઓની ઓળખ થઈ પકડાયેલા આરોપીઓની પૂછપરછ દરમિયાન તેમણે ગુનાની કબૂલાત કરી.

પોલીસે બંને આરોપીઓને કોર્ટમાં રજૂ કરીને ત્રણ દિવસના રિમાન્ડ મેળવ્યા તેમની પાસેથી લૂંટાયેલી સોનાની ચેઇન, ગુનામાં વપરાયેલી મોટરસાઇકલ અને મોબાઇલ ફોન જપ્ત કરવામાં આવ્યા પ્રાથમિક તપાસમાં સામે આવ્યું બંને આરોપીઓ અમદાવાદ, સુરત અને બનાસકાંઠા જિલ્લા સહિતના અનેક વિસ્તારોમાં અન્ય ગુનાઓમાં પણ સંડોવાયેલા પાલનપુર શહેર પશ્ચિમ પોલીસ દ્વારા તેમણે આચરેલા અન્ય ગુનાઓ અંગે વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી.


