બનાસકાંઠા LCBએ પાલનપુર-અમદાવાદ નેશનલ હાઈવે પર થયેલી લૂંટનો ભેદ ઉકેલ્યો, એક આરોપીને ઝડપી પાડ્યો…

June 17, 2026

ગરવી તાકાત બનાસકાંઠા : બનાસકાંઠા જિલ્લામાં પાલનપુર-અમદાવાદ નેશનલ હાઈવે પર થયેલી લૂંટનો ભેદ ઉકેલાઈ ગયો રાજસ્થાન પોલીસ તરીકેની ખોટી ઓળખ આપીને વાહન રોકાવી લૂંટ કરનાર એક આરોપીને બનાસકાંઠા LCBએ ઝડપી પાડ્યો પોલીસે લૂંટમાં ગયેલા ₹1.30 લાખના આઈફોન સહિત કુલ ₹11.33 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો આ ઘટના ગત 11 જૂન, 2026ના રોજ છાપી પોલીસ સ્ટેશન વિસ્તારમાં ભરકાવાડા ગામ નજીક ભારત પેટ્રોલિયમ પંપ સામે બની અજાણ્યા ઈસમોએ ફરિયાદીની ગાડી રોકાવી રાજસ્થાન પોલીસ તરીકેની ખોટી ઓળખ આપી મારઝૂડ કરી તેઓએ ગાડીમાંથી ₹50,000 રોકડા અને ₹1,30,000ની કિંમતનો આઈફોન 17 પ્રો મેક્સ મોબાઈલ ફોન મળી કુલ ₹1,80,000ની લૂંટ કરી.

બનાસકાંઠા LCBએ ડીસા રૂરલ પોલીસ સ્ટેશન વિસ્તાર માંથી વિદેશી દારૂનો મોટો  જથ્થો ઝડપી પાડ્યો… – Garvi Takat – Gujarat News, Bollywood News, Breaking  News, Politics News etc.

આ અંગે છાપી પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતાની કલમ 310(2) અને 204 મુજબ ગુનો નોંધાયો બનાસકાંઠા પોલીસે આ ગુનાનો ભેદ ઉકેલવા માટે અલગ અલગ ટીમોનું ગઠન કર્યું LCBની ટીમોએ પાલનપુર-અમદાવાદ નેશનલ હાઈવે પર છાપીથી પાલનપુર સુધીના આશરે 150થી વધુ સી.સી.ટી.વી. કેમેરા ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન સોર્સની મદદથી માહિતી એકત્રિત કરી તપાસ દરમિયાન આ ગુનામાં રાજસ્થાનના બાડમેરના ચોક્કસ માણસોની સંડોવણી જણાઈ આવી. PSI આર.બી. જાડેજાની ટીમે શેરપુરા ગામના પાટિયા પાસેથી દેવારામ નાથુરામ સાગરારામ મેઘવાલ (રહે. આગોર, તા.જી. બાડમેર, રાજસ્થાન) નામના આરોપીની ધરપકડ કરી.

Rajasthan Police Recover ₹11.33 Lakh Looted Goods; Palanpur Highway Case  Solved

પોલીસે લૂંટમાં ઉપયોગમાં લેવાયેલી ઈનોવા કાર અને લૂંટમાં ગયેલો આઈફોન-17 પ્રો મેક્સ મોબાઈલ ફોન (કિંમત ₹1,30,000) સહિત કુલ ₹11,33,000નો મુદ્દામાલ કબજે કર્યો પકડાયેલા આરોપીની પૂછપરછમાં સામે આવ્યું આ ગુનાનો મુખ્ય સૂત્રધાર ધનસિંહ રાજપૂત (રહે. ગંગાસરા, તા. ચૌહટન, રાજસ્થાન) તેની સાથે તખતસિંહ રાજપૂત, જગમાલસિંહ, સ્વરૂપસિંહ, ફતેસિંહ અને વીરસિંહ રાજપૂત પણ આ ગુનામાં સામેલ પકડાયેલા આરોપી સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી અને અન્ય આરોપીઓને પકડવાના પ્રયાસો ચાલુ.

garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0