ગરવી તાકાત બનાસકાંઠા : આગથળા પોલીસે એક થાર ગાડીમાંથી રૂ. 53.81 લાખની કિંમતના 358.78 કિલોગ્રામ પોષડોડાનો જથ્થો જપ્ત કર્યો આ મામલે પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી ગુજરાત રાજ્યના ગૃહમંત્રીની સૂચના મુજબ, રાજ્યમાં NDPS (નાર્કોટિક ડ્રગ્સ એન્ડ સાયકોટ્રોપિક સબસ્ટન્સ) સંબંધિત ગુનાઓ પ્રત્યે ઝીરો ટોલરન્સ નીતિ અપનાવવામાં આવી આ અંતર્ગત રાજ્યના DGP બનાસકાંઠા રેન્જના પોલીસ મહાનિરીક્ષક પરિક્ષીતા રાઠોડ અને વાવ-થરાદ જિલ્લા પોલીસ અધિક્ષક ચિંતન તેરૈયાએ આંતરરાજ્ય સરહદી વિસ્તારોમાં સઘન પેટ્રોલિંગ.

અને NDPS કેસોમાં કાયદેસરની કાર્યવાહી કરવા સૂચના આપી આ સૂચનાના અનુસંધાનમાં, દિયોદર વિભાગના નાયબ પોલીસ અધિક્ષક એસ.આર. ભારાઈના માર્ગદર્શન હેઠળ પોલીસ સ્ટેશનનો સ્ટાફ નાઈટ પેટ્રોલિંગ કરી રહ્યો પેટ્રોલિંગ દરમિયાન, ચિત્રોડા બસ સ્ટેન્ડ નજીક ડાઈવે રોડ પર એક મહેન્દ્રા થાર રોક્સ ગાડી નીલગાય સાથે અથડાઈ આ અકસ્માતને કારણે થાર ગાડીના ચાલકે સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવ્યો અને ગાડી રોડની વચ્ચે બંધ પડી ગઈ.

ગાડીમાં સવાર ચાલક અને અન્ય એક વ્યક્તિ ગાડી છોડીને નાસી છૂટ્યા પોલીસે ગાડીની તપાસ કરતા તેમાંથી માદક પદાર્થ પોષડોડાનો મોટો જથ્થો મળી આવ્યો પોલીસે કુલ 358.78 કિલોગ્રામ પોષડોડા જેની કિંમત રૂ. 53,81,700/- આંકવામાં આવી તે જપ્ત કર્યા આ ઉપરાંત અન્ય મુદ્દામાલ પણ જપ્ત કરવામાં આવ્યો જેની કુલ કિંમત રૂ. 63,71,700 /- થાય પોલીસે આ અંગે વધુ તપાસ અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી.


