ગરવી તાકાત સાબરકાંઠા : વડાલી, પ્રાંતિજ અને ચીઠોડા પોલીસને છેલ્લા દસ મહિનાથી ચકમો આપતો રીઢો ગુનેગાર આખરે વડાલી પોલીસના હાથે ઝડપાઈ ગયો આરોપી વિરુદ્ધ ત્રણ અલગ-અલગ પોલીસ સ્ટેશનમાં ગંભીર ગુનાઓ નોંધાયેલા વડાલી પોલીસ સ્ટેશનની સર્વેલન્સ ટીમને ગુનેગારોની હિલચાલ પર નજર રાખતી વખતે ચોક્કસ બાતમી મળી બાતમી મુજબ, છેલ્લા દસ મહિનાથી નાસતો-ફરતો આરોપી ઈન્દ્રરાજભાઈ પ્રકાશભાઈ નટ રહે. કુંભારીયા નટવાસ, અંબાજી, તા. દાંતા, જી. બનાસકાંઠા, વડાલીના ધરોઈ ત્રણ રસ્તા પાસે હાજર.

પોલીસે બાતમીમાં દર્શાવેલા પહેરવેશ (પીળા રંગની ટી-શર્ટ અને બ્રાઉન પેન્ટ) ના આધારે તાત્કાલિક ધરોઈ ત્રણ રસ્તા વિસ્તારમાં વોચ ગોઠવી થોડા જ સમયમાં બાતમી મુજબનો શખ્સ નજરે પડતાં પોલીસે તેને કોર્ડન કરીને ઝડપી લીધો પ્રાથમિક પૂછપરછમાં આરોપીએ પોતાની ઓળખ ઈન્દ્રરાજ પ્રકાશભાઈ નટ તરીકે આપી.

તેની સામે વડાલી, પ્રાંતિજ અને ચીઠોડા પોલીસ સ્ટેશનમાં વિવિધ ગંભીર ગુનાઓ નોંધાયેલા હોવાનું ખુલ્યું છેલ્લા દસ મહિનાથી પોલીસને ચકમો આપતો આ રીઢો ગુનેગાર આખરે પોલીસની સચોટ કામગીરીના કારણે કાયદાના સકંજામાં આવ્યો પોલીસે તેની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી વધુ તપાસ શરૂ કરી.


