પાટણ જિલ્લાના સિદ્ધપુર ડિવિઝન હેઠળના પાંચ પોલીસ સ્ટેશનોમાં જપ્ત કરાયેલા વિદેશી દારૂના મોટા જથ્થાનો નાશ કરવામાં આવ્યો….

June 2, 2026

ગરવી તાકાત પાટણ : પાટણ જિલ્લાના સિદ્ધપુર ડિવિઝન હેઠળના પાંચ પોલીસ સ્ટેશનોમાં જપ્ત કરાયેલા વિદેશી દારૂના મોટા જથ્થાનો નાશ કરવામાં આવ્યો કોર્ટના આદેશ બાદ કુલ 37 ગુનાઓમાં પકડાયેલી 34,903 દારૂની બોટલો અને ટીનનો નાશ કરાયો જેની કુલ કિંમત ₹1,06,19,725 થાય આ કાર્યવાહી સરસ્વતી તાલુકાના ચોરમારપુરા ગામની સીમમાં સત્તાવાળાઓની હાજરીમાં હાથ ધરવામાં આવી.

સિદ્ધપુર ડિવિઝન હેઠળના કાકોશી પોલીસ સ્ટેશનના 11 ગુના, બાલીસણાના 3,રણુંજના 2,સરસ્વતીના 11 અને વાગડોદ પોલીસ સ્ટેશનના 10 ગુના મળીને કુલ 37 ગુનાઓનો મુદ્દામાલ એકત્રિત કરાયો આ દારૂના જથ્થાનો નાશ કરવા માટે નામદાર કોર્ટમાંથી કાયદેસરનો હુકમ મેળવવામાં આવ્યો આ કામગીરી માટે પાટણ-સિદ્ધપુરના સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટના વડપણ હેઠળ એક વિશેષ સમિતિની રચના કરવામાં આવી.

Sidhpur Division Destroys 34,903 Liquor Bottles from 37 Cases in Patan

જેમાં સિદ્ધપુર વિભાગના ઇન્ચાર્જ નાયબ પોલીસ અધિક્ષક મહેન્દ્રસિંહ બી. સોલંકી, પાટણના નશાબંધી અને આબકારી અધિકારી તેમજ સંબંધિત થાણા ઇન્ચાર્જો ઉપસ્થિત રહ્યા આ તમામ અધિકારીઓની પ્રત્યક્ષ હાજરીમાં, સરસ્વતી તાલુકાના મોજે-ચોરમારપુરા ગામની સરકારી પડતર ખરાબાની જમીનમાં, સરકારી ગોડાઉનની પાછળ અને સુજનીપુર રોડ નજીક સમગ્ર જથ્થા પર રોલર ફેરવીને નાશ કરવાની પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવી.

garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0