ગરવી તાકાત મહેસાણા : ખેરાલુ પોલીસે પોક્સો અને એટ્રોસિટી એક્ટ હેઠળ સતલાસણા પોલીસ સ્ટેશનમાં વોન્ટેડ આરોપી ઠાકોર (ઝાલા) રણજીતજી બાબુજીને ઝડપી પાડ્યો આરોપી ખેરાલુના લુણવા ચોકડી પરથી પકડાયો રેન્જ આઇજી વિરેન્દ્રસિંહ યાદવ અને મહેસાણા પોલીસ વડા હિમાંશુ સોલંકીના આદેશ તથા ખેરાલુ પી.આઈ. પી.આર. કરેણની સૂચનાથી નાસતા ફરતા આરોપીઓને પકડવાની કામગીરી ચાલી રહી.

આ દરમિયાન પેટ્રોલિંગ કરી રહેલા PSI આદિત્યકુમાર ચૌધરી અને સર્વેલન્સ સ્ટાફને બાતમી મળી બાતમીના આધારે પોલીસે લુણવા ચોકડી પર તપાસ કરતા વાવડી તા.ખેરાલુ,જિ. મહેસાણાનો રહેવાસી રણજીતજી બાબુજી ઠાકોર (ઝાલા) મળી આવ્યો તે સતલાસણા પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતાની કલમો પોક્સો એક્ટ 2012.

અને એટ્રોસિટી એક્ટ હેઠળ નોંધાયેલા ગુનામાં ફરાર પોલીસે તાત્કાલિક તેની અટકાયત કરી ખેરાલુ પોલીસ સ્ટેશન ખાતે લાવ્યો આ સમગ્ર કામગીરીમાં પોલીસ ઇન્સ્પેક્ટર પી.આર.કરેણ,પીએસઆઇ આદિત્યકુમાર ચૌધરી, અ.પો.કો. જીગ્નેશભાઈ, અ.પો.કો. જયરાજસિંહ, અ.પો.કો. દલપૂજી અને અ.પો.કો. નયનકુમાર જોડાયા.


