બાવલુ પોલીસે તેરા તુજકો અર્પણ કાર્યક્રમ હેઠળ ગુમ થયેલા ત્રણ મોબાઈલ ફોન શોધી તેમના મૂળ માલિકોને પરત કર્યા…

May 29, 2026

ગરવી તાકાત મહેસાણા : બાવલુ પોલીસે તેરા તુજકો અર્પણ કાર્યક્રમ હેઠળ ગુમ થયેલા ત્રણ મોબાઈલ ફોન શોધી કાઢીને તેમના મૂળ માલિકોને પરત કર્યા આ ફોનની કુલ કિંમત 65,998 રૂપિયા ગાંધીનગર રેન્જના નાયબ પોલીસ મહાનિરીક્ષક વિરેન્દ્રસિંહ યાદવ, મહેસાણા પોલીસ અધિક્ષક હિમાંસુ સોલંકી અને કડી વિભાગના નાયબ પોલીસ અધિક્ષક હાર્દિક પ્રજાપતિ દ્વારા નાગરિકોના ગુમ થયેલા કિંમતી મોબાઈલ ફોન શોધી પરત કરવા માટે ખાસ સૂચનાઓ આપવામાં આવી આ સૂચનાના પગલે બાવલુ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર.

ડી.જી. બડવાએ સ્ટાફને માર્ગદર્શન આપી તપાસ હાથ ધરી બાવલુ પોલીસની સર્વેલન્સ ટીમ અને ટેકનિકલ એક્સપર્ટે CEIR પોર્ટલ, હ્યુમન રિસોર્સ અને આધુનિક ટેકનિકલ મદદથી ગણતરીના દિવસોમાં જ આ ફોન શોધી કાઢ્યા તેરા તુજકો અર્પણ કાર્યક્રમ અંતર્ગત પુરાવા ચકાસીને આ તમામ ફોન તેના મૂળ માલિકોને સન્માનભેર પરત સોંપવામાં આવ્યા પોતાનો કિંમતી ફોન પાછો મળતા અરજદારોના ચહેરા પર ખુશી જોવા મળી અને તેમણે પોલીસની કામગીરીની સરાહના કરી.

Bawla Police Recover 3 Lost Mobiles Under Tera Tujko Arpan

પરત કરવામાં આવેલા મોબાઈલ ફોનમાં સિપાઇ ઇમરાનભાઇ ઉમરભાઇનો વીવો વાય-29. સિપાઇ અનવરભાઇ અબ્દુલભાઇનો રીયલ મી 11પ્રો અને ઠાકોર યોગેશજી પુંજાજીનો વીવો વાય-29નો સમાવેશ થાય આ પ્રશંસનીય કામગીરી બાવલુ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર ડી.જી. બડવા પો.સબ.ઇન્સ. એસ.કે. જાડેજા આસિસ્ટન્ટ હેડ કોન્સ્ટેબલ રાજુજી પુનાજી આસિસ્ટન્ટ પોલીસ કોન્સ્ટેબલ હિરેનકુમાર અરજણભાઇ વિજયકુમાર વેચાતભાઇ ભાવિકકુમાર ઇશ્વરભાઇ તેમજ ટેકનિકલ એક્સપર્ટ હીનાબેન પટેલ દ્વારા સંયુક્ત રીતે કરવામાં આવી.

garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0