ગરવી તાકાત હિંમતનગર : હિંમતનગરના વીરપુર બાયપાસ રોડ પરથી ગ્રામ્ય પોલીસે લીલા ઘાસચારાની આડમાં લઈ જવાતો રૂ. 5.39 લાખનો વિદેશી દારૂ ઝડપી પાડ્યો પોલીસે બોલેરો પીકઅપ ડાલામાંથી ત્રણ આરોપીઓની ધરપકડ કરી આ કાર્યવાહીમાં કુલ રૂ. 10.59 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હિંમતનગર ગ્રામ્ય પોલીસ સ્ટેશનમાં ઝડપાયેલા ત્રણ અને ફરાર થયેલા બે સહિત કુલ પાંચ આરોપીઓ સામે પ્રોહિબિશનનો ગુનો નોંધવામાં આવ્યો હિંમતનગર ગ્રામ્ય પોલીસ સ્ટેશનના PI વી.એમ. ચૌધરીએ જણાવ્યું સર્વેલન્સ સ્ટાફ નાઈટ રાઉન્ડ દરમિયાન પ્રોહિબિશન ડ્રાઈવ અંતર્ગત પેટ્રોલિંગમાં તે સમયે ચિરાગભાઈ અને કપિલકુમારને સંયુક્ત રીતે બાતમી મળી.
![]()
બાતમી મુજબ, એક સફેદ મહેન્દ્રા પીકઅપ ડાલુ રાજસ્થાનથી ઇડર હાઇવે થઈ વીરપુર બાયપાસ થઈ રેલવે અંડરબ્રિજ તરફથી અમદાવાદ જઈ રહ્યું જેમાં વિદેશી દારૂ ભરેલો પોલીસે ITI સામેના રોડ પર વોચ ગોઠવી પીકઅપ ડાલાના ચાલકે વાહન ઊભું ન રાખતા પોલીસે પીછો કરીને તેને પકડી પાડ્યું પીકઅપ ડાલામાં ત્રણ ઈસમો મળી આવ્યા પંચો રૂબરૂ તપાસ કરતા, ડાલાના પાછળના ભાગે લીલા ઘાસચારાની આડશ કરીને નીચે તાડપત્રી ઢાંકી તેની નીચેથી અલગ અલગ બ્રાન્ડની વિદેશી દારૂની 38 પેટીઓ મળી આવી.

જેમાં કુલ 1464 બોટલો જેની કિંમત રૂ. 5,39,448 થાય પોલીસે પીકઅપ ડાલુ, મોબાઈલ, તાડપત્રી અને ઘાસચારો સહિત કુલ રૂ. 10,59,698નો મુદ્દામાલ કબજે કર્યો આ કેસમાં પકડાયેલા ત્રણ અને ફરાર થયેલા બે સહિત કુલ પાંચ આરોપીઓ વિરુદ્ધ હિંમતનગર ગ્રામ્ય પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવ્યો પકડાયેલા આરોપીઓમાં પુરણ જગદીશચંદ્ર કુંમાવત દુર્ગેશકુમાર કનૈયાલાલ માલી અને દુર્ગેશ ભેરૂદાસ વૈષ્ણવનો સમાવેશ થાય આ ગુનામાં ફરાર થયેલા આરોપીઓમાં રાજસ્થાનના મુરલી (માલ મોકલાવનાર) અને તરુણ (માલ મોકલાવનાર) નો સમાવેશ થાય.



