બનાસકાંઠાના ગઢ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી SOGએ શંકાસ્પદ ઘી ભરેલું એક પીકઅપ ડાલું ઝડપી પાડ્યો…

May 28, 2026

ગરવી તાકાત બનાસકાંઠા : બનાસકાંઠાના ગઢ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (SOG), પાલનપુર દ્વારા શંકાસ્પદ ઘી ભરેલું એક પીકઅપ ડાલું ઝડપી પાડવામાં આવ્યું આ કાર્યવાહીમાં કુલ ₹19,72,000/- નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો SOG ટીમને પેટ્રોલિંગ દરમિયાન બાતમી મળી GJ 36 T 2274 નંબરનું એક પીકઅપ ડાલું શંકાસ્પદ ઘીના ડબ્બા લઈને પસાર થવાનું.

આ માહિતીના આધારે સામઢી મોટાવાસથી આસેડા જતા ડામર રોડ પર કેનાલ પાસે વોચ ગોઠવવામાં આવી બાતમીવાળું ડાલું આવતા તેને રોકવામાં આવ્યું ડ્રાઈવરની ઓળખ જાલમસિંગ જામસિંગ સોલંકી (રહે. સામઢી મોટાવાસ, તા.પાલનપુર, જિ. બનાસકાંઠા) તરીકે થઈ વાહનની તપાસ કરતા તેમાંથી અલગ અલગ બ્રાન્ડના 15-15 કિલોગ્રામના કુલ 176 ડબ્બા મળી આવ્યા.

જે શંકાસ્પદ ઘીના આ ઘીની કિંમત ₹16,72,000/- આંકવામાં આવી શંકાસ્પદ ઘી ઉપરાંત ઘીની હેરાફેરીમાં ઉપયોગમાં લેવાયેલા પીકઅપ ડાલા સહિત કુલ ₹19,72,000/- નો મુદ્દામાલ ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા 2023ની કલમ 106(1) મુજબ કબજે લેવામાં આવ્યો આ અંગે ગઢ પોલીસ સ્ટેશનમાં કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી.

garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0