પાટણ જિલ્લા સેવા સદન ખાતે જિલ્લા કલેક્ટરની અધ્યક્ષતામાં પ્રિ-મોન્સૂન મેનેજમેન્ટ અંગે મહત્વપૂર્ણ બેઠક યોજાઈ…

May 28, 2026

ગરવી તાકાત પાટણ : પાટણ જિલ્લા સેવા સદન ખાતે જિલ્લા કલેક્ટર પ્રશાંત જિલોવાની અધ્યક્ષતામાં પ્રિ-મોન્સૂન મેનેજમેન્ટ અંગે એક મહત્વપૂર્ણ બેઠક યોજાઈ આ બેઠકમાં ચોમાસા દરમિયાન સંભવિત આપત્તિઓ સામે તંત્રની સજ્જતા અને જાનમાલના નુકસાનને અટકાવવા માટે વિવિધ વિભાગો સાથે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી કલેક્ટર પ્રશાંત જિલોવાએ જણાવ્યું વરસાદ, પૂર વાવાઝોડું કે ભારે પવન જેવી પરિસ્થિતિઓમાં સમયસર પ્રતિસાદ અને યોગ્ય સંકલન અત્યંત આવશ્યક તેમણે નીચાણવાળા વિસ્તારોના નાગરિકોને પૂર્વચેતવણી સ્થળાંતરની આગોતરી વ્યવસ્થા અને ઝડપી બચાવ કામગીરી માટે તંત્રને સંપૂર્ણપણે તૈયાર રહેવા નિર્દેશ આપ્યો.

પાટણ જિલ્લા સેવા સદનના કોન્ફરન્સ હોલ ખાતે જિલ્લા કલેકટર તુષાર ભટ્ટના  અધ્યક્ષસ્થાને સંકલન સમિતિની બેઠક યોજાઈ… – Garvi Takat – Gujarat News,  Bollywood News ...

બેઠકમાં નદી-નાળા ગટર અને ડ્રેનેજ લાઈનની તાત્કાલિક સફાઈ રેલવે અંડરબ્રિજોમાં પાણી ભરાવાની સમસ્યા નિવારવા પગલાં લેવા તાલુકા કક્ષાએ કંટ્રોલરૂમ કાર્યરત કરવા અને વરસાદની આગાહી દરમિયાન સંબંધિત તાલુકામાં લાયઝન અધિકારીઓની ફરજિયાત હાજરી સુનિશ્ચિત કરવા સૂચનાઓ અપાઈ આ ઉપરાંત, ગ્રામ્ય અને શહેરી વિસ્તારોમાં બચાવ ટુકડીઓ સક્રિય રાખવા બોટ ટાયર ટ્યુબ જેવા જરૂરી સાધનો તૈયાર રાખવા તેમજ વીજ પુરવઠો પીવાના પાણી અને આરોગ્ય સેવાઓ અવિરત ચાલુ રહે તે માટે વિભાગીય સંકલન મજબૂત બનાવવા પણ નિર્દેશ અપાયો.

Patan Pre-Monsoon Meeting: Collector Discusses Disaster Preparedness |  Gujarat

કલેક્ટરે ખાસ ભારપૂર્વક જણાવ્યું ગ્રામ્ય અને શહેરી વિસ્તારોમાં આવેલી જર્જરિત અને જોખમી ઇમારતોને તાત્કાલિક નોટિસ આપી જરૂરી કાર્યવાહી હાથ ધરવામાં આવે જેથી કોઈ દુર્ઘટના ટાળી શકાય બેઠક દરમિયાન વિવિધ વિભાગોએ તેમની પ્રિ-મોન્સૂન તૈયારીઓ અંગે પ્રેઝન્ટેશન રજૂ કર્યા ડિઝાસ્ટર મેનેજમેન્ટ, આરોગ્ય સેવાઓ પાણી પુરવઠો વીજ વ્યવસ્થા માર્ગ અને મકાન, નગરપાલિકા તથા પશુપાલન વિભાગ દ્વારા કરાયેલી કામગીરીની માહિતી આપવામાં આવી આ બેઠકમાં વિવિધ પ્રાંત અધિકારીઓ, નગરપાલિકા આરોગ્ય, જી.ઈ.બી. માર્ગ અને મકાન પાણી પુરવઠા તથા પશુપાલન વિભાગના અધિકારીઓ સહિત સંબંધિત વિભાગોના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા.

garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0