ખેડબ્રહ્મા પોલીસે ટ્રેક્ટર ચોરીના એક ગુનાનો ગણતરીના દિવસોમાં ભેદ ઉકેલી નાખ્યો, એક આરોપીની કરી ધરપકડ…..

May 27, 2026

ગરવી તાકાત સાબરકાંઠા : ખેડબ્રહ્મા પોલીસે ટ્રેક્ટર ચોરીના એક ગુનાનો ગણતરીના દિવસોમાં ભેદ ઉકેલી નાખ્યો પોલીસે ચોરી થયેલું ₹2.05 લાખની કિંમતનું મહિન્દ્રા યુવરાજ મિની ટ્રેક્ટર રિકવર કરી એક આરોપીની ધરપકડ કરી પોલીસને ખાનગી રાહે બાતમી મળી હતી એક શંકાસ્પદ ઇસમ સફેદ શર્ટ અને વાદળી પેન્ટ પહેરીને લાલ રંગનું લીલા હુડવાળું મહિન્દ્રા યુવરાજ મિની ટ્રેક્ટર લઈને ખેડબ્રહ્મા તરફ આવી રહ્યો આ બાતમીના આધારે પોલીસે લક્ષ્મીપુરા ચાર રસ્તા પાસે વોચ ગોઠવી.

બાતમી મુજબનું ટ્રેક્ટર આવતા તેને રોકવામાં આવ્યું ટ્રેક્ટર ચાલકનું નામ પૂછતા તેણે પોતાનું નામ સરદારભાઈ હગરાભાઈ પારઘી જણાવ્યું ટ્રેક્ટર બાબતે પૂછપરછ કરતા તે કોઈ સંતોષકારક જવાબ આપી શક્યો ન ટ્રેક્ટર પર કોઈ રજીસ્ટ્રેશન નંબર ન હોવાથી પોલીસે ચેસીસ નંબર અને એન્જિન નંબર ઈ-ગુજકોપમાં સર્ચ કર્યા જેમાં ટ્રેક્ટરના માલિક અલગ હોવાનું જણાઈ આવ્યું.

Khedbrahma Tractor Theft; Mahindra Yuvraj Stolen From Stable

શંકાસ્પદ જણાતા સરદારભાઈને ખેડબ્રહ્મા પોલીસ સ્ટેશન લાવી યુક્તિપૂર્વક પૂછપરછ કરતા તેણે ટ્રેક્ટર ચોરી કર્યાની કબૂલાત કરી આ ગુનાના કામે ચોરાયેલું મહિન્દ્રા યુવરાજ મિની ટ્રેક્ટર જેની કિંમત ₹2,05,000 આંકવામાં આવી  તે કબ્જે લેવામાં આવ્યું પોલીસે ચોર ઇસમ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી ખેડબ્રહ્મા પોલીસે ટ્રેક્ટર ચોરીનો ગુનો શોધી કાઢી પ્રશંસનીય કામગીરી કરી.

garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0