બાયડ પોલીસે અલવા ટોલનાકા પાસેથી ટ્રાન્સપોર્ટના સામાનની આડમાં છુપાવેલ 5.72 લાખનો વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપી પાડ્યો…

May 27, 2026

ગરવી તાકાત અરવલ્લી : અરવલ્લી જિલ્લામાં પ્રોહિબિશન વિરોધી ઝુંબેશ હેઠળ બાયડ પોલીસે મોટી કાર્યવાહી કરી પોલીસે બાતમીના આધારે લાખો રૂપિયાનો વિદેશી દારૂ ભરેલી એક ટ્રક ઝડપી પાડી આ કાર્યવાહીમાં પોલીસે કુલ રૂ.36,70,796નો મુદ્દામાલ જપ્ત કરીને રાજસ્થાની ટ્રક ચાલકની ધરપકડ કરી બાયડ પોલીસ ઇન્સ્પેક્ટર વાય.આર. ચૌહાણ અને તેમની ટીમને ચોક્કસ બાતમી મળી બાતમી મુજબ, ધનસુરા તરફથી ટાટા કંપનીની બંધ બોડીની ટ્રક પસાર થવાની.

The car full of alcohol was seized by the police

જેમાં ટ્રાન્સપોર્ટના સામાનની આડમાં વિદેશી દારૂ છુપાવવામાં આવ્યો આ બાતમીના આધારે પોલીસે અલવા ટોલનાકા પાસે વોચ ગોઠવી શંકાસ્પદ ટ્રક આવતા તેને રોકવામાં આવી અને તેની તલાશી લેવાઈ તલાશી દરમિયાન, ટ્રાન્સપોર્ટના વિવિધ સામાનની નીચે છુપાવેલી વિદેશી દારૂની કુલ 3203 બોટલો/ક્વાર્ટર મળી આવી.

જેની કિંમત રૂ. 5.72 લાખ આંકવામાં આવી પોલીસે સ્થળ પરથી ટ્રક ચાલક રાજુલલાલ નથુલાલ નાયક (રહે. ધામણીયા, જી. ભીલવાડા, રાજસ્થાન) ની ધરપકડ કરી દારૂ ભરી આપનાર અર્જુનભાઈ અને દારૂ મંગાવનાર અન્ય એક વ્યક્તિને વોન્ટેડ જાહેર કરાયા પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી.

garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0