લાંઘણજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં થયેલી તમાકુની મોટી ચોરીનો ભેદ ઉકેલી પોલીસે બે રીઢા ચોરોની કરી ધરપકડ…

May 25, 2026

ગરવી તાકાત મહેસાણા : લાંઘણજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં તાજેતરમાં થયેલી તમાકુની મોટી ચોરીનો ભેદ ઉકેલવામાં સ્થાનિક પોલીસને મોટી સફળતા મળી પોલીસે ચોક્કસ બાતમીના આધારે બે રીઢા ચોરોની ધરપકડ કરી અને તેમની પૂછપરછ કરીને ચોરી કરાયેલો ₹73,500 ની કિંમતનો તમામ મુદ્દામાલ રિકવર કરી લીધો ઉચ્ચ પોલીસ અધિકારીઓની સૂચના બાદ એક્શનમાં આવેલી લાંઘણજ પોલીસે ગણતરીના દિવસોમાં જ આ ગુનાનો પર્દાફાશ કર્યો ગાંધીનગર વિભાગના પોલીસ મહાનિરીક્ષક વિરેન્દ્રસિંહ યાદવ મહેસાણા જિલ્લા પોલીસ અધિક્ષક હિમાંશુ સોલંકી તથા નાયબ પોલીસ અધિક્ષક મિલાપ પટેલ દ્વારા જિલ્લામાં મિલકત સંબંધી ગુનાઓ અટકાવવા.

લાંઘણજ પોલીસ મથકના લોકઅપમાં રખાયેલા પાંચ આરોપી કોરોનામાં સપડાયા | Five  accused who were kept in the lockup of Langhanj police station fell into a  corona - Gujarat Samachar

અને અનડિટેક્ટ ચોરીઓ શોધી કાઢવા ખાસ ઝુંબેશ ચલાવવાની સૂચના આપવામાં આવી આ આદેશના પગલે લાંઘણજ પોલીસ ઇન્સ્પેક્ટર એ.એમ. ગેલોતના માર્ગદર્શન હેઠળ પોલીસની અલગ-અલગ ટીમો સતત પેટ્રોલિંગમાં  દરમિયાન લાંઘણજ પોલીસના કોન્સ્ટેબલ મહેન્દ્રસિંહ ભીખાજી અને નરેન્દ્રસિંહ કલ્યાણસિંહને ખાનગી રાહે ચોક્કસ બાતમી મળી કે તમાકુ ચોરીની ઘટનામાં સંડોવાયેલા બે શંકાસ્પદ ઇસમો ગોઝારીયા ખાતે ચોરીની તમાકુ વેચવાની ફિરાકમાં ફરી રહ્યા આ બાતમીના આધારે પોલીસે ત્વરિત ફિલ્ડિંગ ગોઠવીને ગોઝારીયાથી વિપુલકુમાર અશોકભાઇ દંતાણી અને રણજીત જયંતિભાઇ દંતાણીને ઝડપી લીધા.

પોલીસે પકડાયેલા બંને શખ્સોની આગવી ઢબે કડક પૂછપરછ કરતાં તેમણે તમાકુની ચોરી કરી હોવાની કબૂલાત કરી આરોપીઓની કબૂલાત મુજબ, તેમણે ચોરી કરેલો તમાકુનો જથ્થો મુલસણ ગામે છુપાવી રાખ્યો જેથી પોલીસે ત્યાં દરોડો પાડીને છુપાવેલા તમાકુના કુલ 48 કોથળા જપ્ત કર્યા જેની અંદાજિત બજાર કિંમત ₹73,500 થાય લાંઘણજ પોલીસે ભારતીય ન્યાય સંહિતા 2023ની કલમ 303(2) અને 54 મુજબ નોંધાયેલા ચોરીના ગુનામાં બંને આરોપીઓની સત્તાવાર ધરપકડ કરી આ સફળ કામગીરીમાં એ.એસ.આઈ. (ASI) સાહીલસિંહ નરેન્દ્રસિંહ, કોન્સ્ટેબલ મહેન્દ્રસિંહ, નરેન્દ્રસિંહ, અજયસિંહ તથા મહીપાલસિંહ સહિતના પોલીસ સ્ટાફે પ્રશંસનીય ભૂમિકા ભજવી.

garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0