વાવ ધારાસભ્ય અને રાજ્યકક્ષાના મંત્રી સ્વરૂપજી ઠાકોરને ધરણીધર અને વાવ તાલુકાના અગ્રણીઓએ રૂબરૂ મળી વિવિધ રજૂઆતો કરી…

May 25, 2026

ગરવી તાકાત બનાસકાંઠા : વાવ વિધાનસભાના ધારાસભ્ય અને રાજ્યકક્ષાના મંત્રી સ્વરૂપજી ઠાકોરને સુઈગામ, ધરણીધર અને વાવ તાલુકાના અગ્રણીઓએ રૂબરૂ મળી વિવિધ રજૂઆતો કરી આ રજૂઆતોમાં મુખ્યત્વે પીવાના પાણીની સમસ્યા અને ગ્રામીણ વિસ્તારોની પાયાની જરૂરિયાતોના પ્રશ્નોનો સમાવેશ થાય ઉનાળાની શરૂઆત થતા જ કચ્છના નાના રણને અડીને આવેલા વાવ-થરાદ જિલ્લાના સરહદી સુઈગામ, ધરણીધર અને વાવ તાલુકાના અનેક ગામોમાં પીવાના પાણીની ગંભીર તંગી સર્જાઈ.

આ ઉપરાંત ગામડાઓમાં અન્ય નાની-મોટી પાયાની સુવિધાઓને લગતા પ્રશ્નો પણ ઉભા થયા આ સમસ્યાઓ અંગે સ્થાનિક લોકોએ અગાઉ પાણી પુરવઠા વિભાગ સહિતના સંબંધિત વિભાગોમાં રજૂઆતો કરી પરંતુ કોઈ નક્કર કાર્યવાહી થઈ ન જેના પગલે આખરે અગ્રણીઓએ રાજ્યમંત્રી સ્વરૂપજી ઠાકોરનો સંપર્ક કર્યો.

મંત્રી સ્વરૂપજી ઠાકોરે અગ્રણીઓની રજૂઆતો સાંભળીને તાત્કાલિક ધોરણે સંબંધિત અધિકારીઓને આ પ્રશ્નોનું ત્વરિત અને અસરકારક નિરાકરણ લાવવા સૂચના આપી ખાસ કરીને સરહદી સપ્રેડા દૈયપ ભાખરી તડાવ અને ઉમેદપુરા ઉપરાંત સુઈગામ અને ભાભર તાલુકાના અરજદારોએ પીવાના પાણીની તંગી અને રસ્તાઓની ખરાબ સ્થિતિ અંગે રજૂઆત કરી મંત્રીશ્રીની સૂચના બાદ જવાબદાર અધિકારીઓ સક્રિય થયા.

garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0