રાજ્યમંત્રી સ્વરૂપજી ઠાકોરના માદરે વતન બિયોક ખાતે “વન કવચ” યોજનાનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું…..

May 23, 2026

ગરવી તાકાત બનાસકાંઠા : રાજ્યમંત્રી સ્વરૂપજી ઠાકોરના માદરે વતન બિયોક ખાતે વન કવચ યોજનાનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ પર્યાવરણની સમતુલા જાળવી કુદરતી આપત્તિઓ અટકાવવા માટે વૃક્ષારોપણ અને તેના જતનનો આ પહેલ દ્વારા લોકોને પર્યાવરણ પ્રત્યે સંવેદનશીલ બનવાનો સંદેશ આપવામાં આવ્યો ખાતમુહૂર્ત બાદ રાજ્યમંત્રી સ્વરૂપજી ઠાકોરે જણાવ્યું હતું પર્યાવરણનું સતત બગડતું સંતુલન વધતું પ્રદૂષણ અને ઘટતી હરિયાળી વચ્ચે વન કવચ જેવી પહેલ સમયની મોટી જરૂરિયાત.

તેમણે ભારપૂર્વક કહ્યું પૂર અને વાવાઝોડા જેવી કુદરતી આપત્તિઓ અટકાવવા વૃક્ષોનું રક્ષણ કરવું અનિવાર્ય વૃક્ષો માત્ર પ્રકૃતિની શોભા નથી વધારતા પરંતુ માનવજીવન માટે શુદ્ધ ઓક્સિજન ઠંડક અને સ્વસ્થ વાતાવરણ પૂરું પાડે  વન કવચ અંતર્ગત મોટા પાયે વૃક્ષારોપણ અને હરિયાળી વિકાસના કાર્યો હાથ ધરવામાં આવશે આનો મુખ્ય ઉદ્દેશ આવનારી પેઢીને સ્વચ્છ અને સુરક્ષિત પર્યાવરણ પૂરું પાડવાનો આવા આયોજનો ગ્રામ્ય વિસ્તારમાં પર્યાવરણ પ્રત્યે જાગૃતિ લાવવા.

સાથે લોકોમાં વૃક્ષો પ્રત્યે પ્રેમ અને જવાબદારીની ભાવના પણ મજબૂત બનાવશે સ્વરૂપજી ઠાકોરે દરેક વ્યક્તિને પોતાના જીવનમાં ઓછામાં ઓછું એક વૃક્ષ વાવવા અને તેનું જતન કરવાની જરૂરિયાત પર ભાર મૂક્યો તેમણે સંદેશ આપ્યો કે, આજનું એક વૃક્ષ આવતીકાલનું સુરક્ષિત જીવન હરિયાળી ક્રાંતિ તરફનું આ સકારાત્મક પગલું સમગ્ર વિસ્તારમાં પ્રેરણારૂપ બની રહેશે તેમણે પર્યાવરણ જાળવણી માટે દરેક વ્યક્તિને સજાગતા અને સભાનતા દાખવી પોતાની અંગત જવાબદારી સાથે પર્યાવરણનું જતન કરવા આહ્વાન.

garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0