પાટણ જિલ્લા કલેક્ટર કચેરીના હોલ ખાતે કલેક્ટરના અધ્યક્ષસ્થાને જિલ્લા લાંચ રૂશ્વત વિરોધી અને તકેદારી સમિતિની સમીક્ષા બેઠક યોજાઈ….

May 23, 2026

ગરવી તાકાત પાટણ : પાટણ જિલ્લા કલેક્ટર કચેરીના ન્યૂ કોન્ફરન્સ હોલ ખાતે કલેક્ટર પ્રશાંત જિલોવાના અધ્યક્ષસ્થાને જિલ્લા લાંચ રૂશ્વત વિરોધી અને તકેદારી સમિતિની સમીક્ષા બેઠક યોજાઈ આ બેઠકમાં તકેદારી આયુક્ત સંગીતા સિંહ વિડિયો કોન્ફરન્સના માધ્યમથી જોડાયા આ બેઠકમાં તકેદારી આયુક્ત દ્વારા લોકફરિયાદો અને અરજીઓના નિકાલ સહિતના મહત્વપૂર્ણ મુદ્દાઓની વિસ્તૃત સમીક્ષા કરવામાં આવી વહીવટી પારદર્શિતા વધારવા અને ભ્રષ્ટાચાર નિવારણ માટે વિવિધ વિભાગોની કામગીરીનું નિરીક્ષણ પણ કરાયું.

બેઠક દરમિયાન, આયોગ દ્વારા મોકલવામાં આવેલી અરજીઓ પર થયેલી કાર્યવાહી અને તેના નિયમાનુસાર અહેવાલ મોકલવા બાબતે ચર્ચા થઈ જિલ્લા કક્ષાની કચેરીઓમાં પ્રાથમિક તપાસ હેઠળના કેસોની સ્થિતિ સાંસદો અને ધારાસભ્યો દ્વારા કરાયેલી તકેદારીલક્ષી રજૂઆતો તેમજ વર્તમાનપત્રોમાં પ્રકાશિત સમાચારો અંગે થયેલી કાર્યવાહીની પણ સમીક્ષા કરવામાં આવી આ ઉપરાંત એન્ટી કરપ્શન બ્યુરો તરફથી રજૂ થતા કેસો તપાસ હેઠળના કેસો ચાર્જશીટ અને કોર્ટમાં પડતર કેસોની સ્થિતિ અંગે સભ્ય અધિકારીઓ સાથે વિચાર-વિમર્શ કરવામાં આવ્યો.

તકેદારી આયોગ દ્વારા મંગાવવામાં આવેલા હકીકતલક્ષી અહેવાલો અને ક્ષેત્રીય નિરીક્ષણ સહિત નિવારાત્મક તકેદારી નિરીક્ષણ જેવી બાબતો પર ખાસ ભાર મૂકવામાં વ્યવસ્થા અને પદ્ધતિમાં સુધારા લાવવા માટે લેવાયેલા પગલાં ઉપરાંત માહિતી અધિકાર અધિનિયમ અને પબ્લિક સર્વિસીસ ડિલિવરી એક્ટ અંતર્ગત થતી કામગીરી અંગે જરૂરી માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી એ.ડી વણઝારા નિવાસી અધિક કલેક્ટર હિરેન ચૌહાણ જિલ્લા પોલીસ વડા વી.કે. નાયી સહિત સમિતિના અન્ય અધિકારીઓ ઉપસ્થિત રહ્યા.

garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0