સિદ્ધપુર નગરપાલિકાના નવા પ્રમુખ, ઉપપ્રમુખ અને કારોબારી ચેરમેનની સત્તાવાર વરણી કરવામાં આવી….

May 19, 2026

ગરવી તાકાત સિદ્ધપુર : સિદ્ધપુર નગરપાલિકાના નવા પ્રમુખ, ઉપપ્રમુખ અને કારોબારી ચેરમેનની સત્તાવાર વરણી કરવામાં આવી રણજીતસિંહ સોલંકી પ્રમુખ, પ્રમોદ પટેલ ઉપપ્રમુખ અને અંકુર મારફતિયા કારોબારી ચેરમેન તરીકે નિયુક્ત થયા આ હોદ્દેદારો પેટ્રોલ-ડીઝલ બચાવવાના સંદેશ સાથે એક જ બસમાં સવાર થઈને પાલિકા કચેરી પહોંચ્યા અને વિધિવત રીતે પદભાર સંભાળ્યો.

Siddhpur Nagarpalika Ward 9 Stormwater Pipeline Project News

પાટણ જિલ્લાની સિદ્ધપુર નગરપાલિકામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીના પરિણામો બાદ આ વરણી પ્રક્રિયા પૂર્ણ થઈ રણજીતસિંહ સોલંકીને પ્રમુખ પદ માટે,પ્રમોદ પટેલને ઉપપ્રમુખ પદ માટે અને મહત્વની ગણાતી કારોબારી સમિતિના ચેરમેન પદ માટે અંકુર મારફતિયાના નામની જાહેરાત કરવામાં આવી આ વરણી કાર્યક્રમ દરમિયાન,

Siddhpur Palika New President & Vice President Appointed | Ranitsinh Solanki,  Pramod Patel

નવનિયુક્ત સભ્યો દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ઇંધણ બચાવવાના સંદેશનું સમર્થન કરતા જોવા મળ્યા વૈશ્વિક સ્તરે ક્રૂડ ઓઇલની અછત અને દેશમાં પેટ્રોલ-ડીઝલની સંભવિત અછતને ધ્યાનમાં રાખીને તેમણે આ સંદેશનું પાલન કરવાનું નક્કી કર્યું આ ઇંધણ બચાવવાના વિશિષ્ટ સંદેશ સાથે સિદ્ધપુર નગરપાલિકાના તમામ નવનિયુક્ત હોદ્દેદારોએ પોતાના અંગત વાહનોનો ઉપયોગ ટાળીને એક જ બસમાં નગરપાલિકા કચેરી ખાતે પહોંચીને પોતાના હોદ્દાઓનો કાર્યભાળ સંભાળ્યો.

garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0