ગરવી તાકાત બનાસકાંઠા : ડીસા નગરપાલિકાના આગામી અઢી વર્ષના કાર્યકાળ માટે નવા હોદ્દેદારોની વરણી કરવામાં આવી કૌશિકભાઈ સાધુની પ્રમુખ તરીકે અને પલ્લવીબેન જોશીની ઉપપ્રમુખ તરીકે બિનહરીફ વરણી થઈ આ વરણી પ્રક્રિયા નાયબ કલેક્ટર કિશનદાન ગઢવીની ઉપસ્થિતિમાં સંપન્ન થઈ પક્ષના મોવડીમંડળ દ્વારા જાહેર કરાયેલા મેન્ડેટ અનુસાર આ હોદ્દેદારોની પસંદગી કરવામાં આવી.

નગરપાલિકાના વહીવટને વેગવંતો બનાવવા માટે અન્ય મહત્વના પદો પર પણ નિમણૂકો કરાઈ જેમાં પરેશભાઈ લીંબુવાલાને કારોબારી ચેરમેન શૈલેષભાઈ રાયગોરને શાસક પક્ષના નેતા અને શ્રીમતી કિરણબેન રણજીતભાઈ વાઘેલાને દંડક તરીકે વરણી કરવામાં આવી નવનિયુક્ત પ્રમુખ કૌશિકભાઈ સાધુ અને ઉપપ્રમુખ પલ્લવીબેન જોશીએ પક્ષના નેતૃત્વનો આભાર વ્યક્ત કર્યો તેમણે જણાવ્યું કે તેમના પર મુકાયેલા વિશ્વાસને સાર્થક કરીને ડીસા શહેરના રોડ-રસ્તા.
![]()
પાણી, સફાઈ અને લાઈટ જેવા પ્રજાભિમુખ કાર્યોને પ્રાથમિકતા અપાશે અને વિકાસના કામો ઝડપથી આગળ ધપાવાશે કારોબારી ચેરમેન પરેશભાઈ લીંબુવાલા અને શાસક પક્ષના નેતા શૈલેષભાઈ રાયગોરે પણ નગરપાલિકાની સમગ્ર ટીમ સાથે મળીને શહેરના હિતમાં એકજુથતાથી કામ કરવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી આ પ્રસંગે સંગઠનના હોદ્દેદારો, નગરપાલિકાના સદસ્યો અને મોટી સંખ્યામાં નાગરિકોએ તમામ નવનિયુક્ત પદાધિકારીઓને પુષ્પગુચ્છ આપીને શુભેચ્છાઓ પાઠવી.


