ગરવી તાકાત અરવલ્લી : અરવલ્લી SOG પોલીસે સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ચોરાયેલ 45 લાખ રૂપિયાના ડમ્પર સાથે બે આરોપીઓને ઝડપી પાડ્યા પોલીસે ગણતરીના કલાકોમાં જ વાહન ચોરીના ગુનાનો ભેદ ઉકેલી મોટી સફળતા મેળવી SOG પોલીસને મળેલી બાતમીના આધારે.

મોડાસા-મેઘરજ રોડ પર કૃષ્ણપુર કંપા ત્રણ રસ્તા નજીક વાહન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું આ દરમિયાન એક શંકાસ્પદ ડમ્પર જોવા મળ્યું પોલીસે ડ્રાઈવર અને તેની સાથેના વ્યક્તિની પૂછપરછ કરતાં તેઓ સંતોષકારક જવાબ આપી શક્યા ન વધુ તપાસમાં જાણવા મળ્યું કે આ ડમ્પર પ્રાંતિજ નજીક સાદોલીયા ગામની સીમમાં આવેલા.

રેતીના પ્લાન્ટમાંથી ચોરી કરવામાં આવ્યું અરવલ્લી SOG પોલીસે રાજસ્થાનના ડુંગરપુર જિલ્લાના ચીખલીના દિનેશચંદ્ર નનોમા અને કાળુરામ ઉર્ફે પોપટ ડામોર નામના બે આરોપીઓની ધરપકડ કરી પોલીસે ચોરી થયેલ ટાટા કંપનીના ડમ્પરને કબજે લઈને અંદાજે 45 લાખ રૂપિયાનો મુદ્દામાલ રિકવર કર્યો અને વધુ તપાસ હાથ ધરી.


