ગરવી તાકાત મહેસાણા : વિસનગર સેશન્સ કોર્ટે મહિલાની છેડતીના કેસમાં આરોપીને ત્રણ વર્ષની સજા અને રૂ. 13,500નો દંડ ફટકાર્યો કોર્ટે આ દંડની રકમ ભોગ બનનાર મહિલાને વળતર પેટે ચૂકવવાનો આદેશ આપ્યો આ કેસ વડનગર તાલુકાના શાહપુર(વડ) ગામનો ઘટના 5 માર્ચ, 2023ના રોજ બની શાહપુર(વડ) ગામની એક મહિલા કુદરતી હાજતે જઈ રહી ત્યારે ઠાકોર રમેશજી બેચરજી નામના શખ્સે તેનો પીછો કર્યો આરોપીએ મહિલાને પાછળથી પકડી શારીરિક અડપલાં કર્યા.
![]()
જેના કારણે ઝપાઝપી થઈ અને મહિલા નીચે પડી ગઈ આ દરમિયાન મહિલાનો એક સંબંધી ત્યાં આવી જતાં આરોપી ઠાકોર રમેશજી બેચરજી ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયો ઘાયલ મહિલાએ સારવાર લીધા બાદ વડનગર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી પોલીસે ગુનો દાખલ કરીને આરોપી ઠાકોર રમેશજી બેચરજીની ધરપકડ કરી.
પોલીસે આ કેસમાં વિસનગર સેશન્સ કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરી સરકારી વકીલ આર.બી. દરજીએ સમાજમાં મહિલાઓ વિરુદ્ધ વધતા ગુનાઓ રોકવા માટે આરોપીને સજા કરવા દસ્તાવેજી પુરાવા અને મૌખિક જુબાનીઓ સાથે દલીલો કરી એડિશનલ સેશન જજ એન.એસ. સિદ્દીકીએ આ દલીલોને ગ્રાહ્ય રાખી આરોપીને છેડતીના ગુનામાં સજા સંભળાવી.


