ગરવી તાકાત બનાસકાંઠા : કાંકરેજ તાલુકાના મુખ્ય મથક શિહોરી ખાતે મામલતદાર કચેરીમાં કાંકરેજના ધારાસભ્ય અમૃતજી ઠાકોરના અધ્યક્ષસ્થાને ઓગડ અને કાંકરેજ તાલુકાની સંકલન બેઠક યોજાઈ આ બેઠકમાં કાંકરેજ મામલતદાર ગૌતમ દરજી, કાંકરેજ તાલુકા વિકાસ અધિકારી નરેશભાઈ ચૌધરી, ઓગડ તાલુકા વિકાસ અધિકારી જીતેન્દ્ર રાવલ, થરા નગરપાલિકા ચીફ ઓફિસર બાબુભાઈ જોષી, કાંકરેજ તાલુકા હેલ્થ ઓફિસર પિયુષભાઈ ચૌધરી,

થરા પીઆઈ વિંઝુડા અને શિહોરી પીઆઈ સગર સહિત વિવિધ વિભાગોના અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા બેઠકમાં સૌથી અગત્યની ચર્ચા નેશનલ હાઈવે ઓથોરિટી (NHAI) દ્વારા થરા અને શિહોરી વિસ્તારમાં પ્રી-મોન્સુન કામગીરીમાં દાખવવામાં આવેલી નબળી કામગીરી અને બેદરકારી અંગે થઈ આ મામલે કાંકરેજ તાલુકા મામલતદાર દ્વારા NHAIને નોટિસ ફટકારીને જવાબ માંગવામાં આવ્યો.

આ ઉપરાંત, અન્ય મહત્વના મુદ્દાઓ પર પણ ચર્ચા કરવામાં આવી જેમાં કાંકરેજ તાલુકાના કંબોઈ ચોકડી પર ટ્રાફિક જામની સમસ્યા, થરા બસ સ્ટેશનથી રૂની રોડ નાળા પાસે સર્વિસ રોડ પર આવેલી ગટરોમાં વરસાદી પાણીના નિકાલની વ્યવસ્થા, રાણકપુર ખાતેના પાણીના સંપમાં સફાઈ કામગીરી, 30 એપ્રિલથી બંધ થયેલી નર્મદા કેનાલમાં પાણીના મેન્ટેનન્સની કામગીરી અને થરા-શિહોરી નેશનલ હાઈવે રોડ પર સ્ટ્રીટ લાઈટ લગાવવા જેવા વિષયોનો સમાવેશ થાય.


