ગરવી તાકાત પાટણ : પાટણ પોલીસે સગીરાના અપહરણ કેસમાં આરોપીને ગાંધીનગરથી ઝડપી પાડ્યો સાંતલપુર પોલીસ સ્ટેશન વિસ્તારના એક ગામની 14 વર્ષ અને 7 માસની સગીરાનું અપહરણ થયું પોલીસે ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન સોર્સની મદદથી ગણતરીના દિવસોમાં આરોપીને પકડી પાડી સગીરાને મુક્ત કરાવી આ અંગે તા. 03/05/2026 ના રોજ સાંતલપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ સલીમ જમા રમજુ બોકેરાએ વહેલી સવારે 01:30 થી 06:00 વાગ્યાના સમયગાળામાં સગીરાનું તેના વાલીપણામાંથી અપહરણ કર્યું.
![]()
ભારતીય ન્યાય સંહિતા 2023ની કલમ 137(2) હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો સરહદી રેન્જ ભુજના આઈ.જી. ચિરાગ કોરડીયા અને પાટણ પોલીસ અધિક્ષક વી.કે. નાયીએ આ મામલે તાત્કાલિક તપાસ કરવા અને આરોપીને પકડવા સૂચના આપી જેના આધારે એસ.ઓ.જી. પોલીસ ઇન્સ્પેક્ટર જે.જી. સોલંકીએ અલગ-અલગ ટીમો બનાવી તપાસ શરૂ કરી પોલીસ ટીમોએ ભોગ બનનાર અને આરોપીના સગા-સંબંધીઓની પૂછપરછ હાથ ધરી.
![]()
ટેકનિકલ માધ્યમોનો પણ ઉપયોગ કરવામાં આવ્યો તપાસ દરમિયાન સચોટ બાતમી મળી કે આરોપી અને સગીરા ગાંધીનગર ખાતે આ બાતમીના આધારે પોલીસે તાત્કાલિક ગાંધીનગર પહોંચી આરોપી સલીમ જમા રમજુ બોકેરાને ઝડપી લીધો સગીરાને સલામત રીતે મુક્ત કરાવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ આ સમગ્ર કામગીરીમાં એસ.ઓ.જી. પાટણ અને સાંતલપુર પોલીસ સ્ટેશનના અધિકારીઓ અને કર્મચારીઓ સામેલ રહ્યા.


