ગરવી તાકાત સિદ્ધપુર : સિદ્ધપુર તાલુકાના કાકોશી પોલીસ સ્ટેશન વિસ્તારમાં થયેલી 16 કેબલ ચોરીનો ભેદ ઉકેલાઈ ગયો પોલીસે આ મામલે બે આરોપીઓની ધરપકડ કરી કાકોશી પીએસઆઈ વી.એ. લીબાચીયાની ટીમે આ ગુનાનો પર્દાફાશ કર્યો પાટણ જિલ્લામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ દરમિયાન પોલીસ બંદોબસ્ત અને વહીવટી કામગીરીમાં વ્યસ્ત આ પરિસ્થિતિનો લાભ ઉઠાવીને તસ્કરોએ કાકોશી પોલીસ સ્ટેશનની હદમાં ગ્રામ પંચાયતના પાણીના બોર અને ખેતીવાડીના બોર પરથી મોટરના કેબલ ચોરવાની ઘટનાઓ વધારી અંદાજે 16 જેટલા કેબલની ચોરી થતાં પંથકના ખેડૂતો અને સ્થાનિક રહીશોમાં ચિંતા વ્યાપી.
![]()
આ ચોરીઓને કારણે ખેડૂતોને સિંચાઈ અને ગ્રામ પંચાયતોને પાણી પુરવઠામાં મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો ગુનાઓની ગંભીરતાને ધ્યાનમાં રાખીને કાકોશી પોલીસ સ્ટેશનના પીએસઆઈ વી.એ. લીબાચીયાએ તપાસ શરૂ કરી ટેકનિકલ સર્વેલન્સ અને બાતમીદારોની મદદથી પોલીસે યુનિસ ઘાંચી (રહે. વાવ, થરાદ) અને અભાભાઈ ઠાકોર (રહે. ગંભીરપુરા, તા. ધરણીધર, જિ. વાવ-થરાદ) નામના બે શખ્સોને ઝડપી પાડ્યા પોલીસની કડક પૂછપરછમાં બંને શખ્સોએ કાકોશી પંથકના વિવિધ વિસ્તારોમાંથી 16 જેટલા કેબલની ચોરી કરી હોવાની કબૂલાત કરી.
![]()
પોલીસે આરોપીઓની ધરપકડ કર્યા બાદ ચોરીના સ્થળોએ તેમને સાથે રાખીને ઘટનાનું રી-કન્સ્ટ્રક્શન કરાવ્યું આ દરમિયાન આરોપીઓનો જાહેરમાં વરઘોડો પણ કાઢવામાં આવ્યો જેને જોવા મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા ખેતીવાડી અને પીવાના પાણીના બોરને નિશાન બનાવતી આ ટોળકી પકડાતા સ્થાનિક રહીશો અને ખેડૂતોમાં રાહતની લાગણી પ્રસરી પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી કે આ ગુનામાં અન્ય કોઈ શખ્સો સામેલ કે કેમ.


