હિંમતનગર તાલુકાના નવલપુર પાસેથી SOGએ એક આઈશર ગાડીમાંથી મોટા પ્રમાણમાં માદક પદાર્થ ઝડપી પાડ્યો….

May 13, 2026

ગરવી તાકાત સાબરકાંઠા : સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર તાલુકાના નવલપુર પાસેથી SOGએ એક આઈશર ગાડીમાંથી મોટા પ્રમાણમાં માદક પદાર્થ ઝડપી પાડ્યો આ કાર્યવાહીમાં 6.55 લાખ રૂપિયાના અફીણ અને પોષડોડાના પાઉડર સહિત કુલ 17.18 લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો ગાડી ચાલકની ધરપકડ કરીને ગાંભોઈ પોલીસ સ્ટેશનમાં ત્રણ આરોપીઓ વિરુદ્ધ NDPS એક્ટ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો SOG દ્વારા મળેલી બાતમીના આધારે આ કાર્યવાહી હાથ ધરવામાં આવી બાતમી કે, GJ 08AU 8717 નંબરની એક આઈશર ગાડી શામળાજીથી હિંમતનગર તરફ જઈ રહી અને તેમાં પોષડોડા તથા અફીણનો જથ્થો આ માહિતીના આધારે નવલપુર ગામની સીમમાં પોલીસ ચોકી પાસે વોચ ગોઠવવામાં આવી.

Himmatnagar Drug Seizure: 17.18 Lakh Goods Confiscated; 6.55 Lakh Narcotics  Found

બાતમી મુજબની ગાડી આવતા તેને રોકવામાં આવી ગાડીના ચાલકની અંગજડતી કરતા તેના પેન્ટના ખિસ્સામાંથી 110 ગ્રામ અફીણ મળી આવ્યું ત્યારબાદ ગાડીની તલાશી લેતા, તાડપત્રીથી ઢાંકેલા બે કટ્ટામાંથી 43.390 કિલોગ્રામ પોષડોડાનો પાઉડર મળી આવ્યો જેની કિંમત 6,55,350 રૂપિયા આંકવામાં આવી ઝડપાયેલા મુદ્દામાલમાં 43.390 કિલોગ્રામ પોષડોડાનો પાઉડર (રૂ. 6,55,350), 110 ગ્રામ અફીણ (રૂ. 55,000), એક મોબાઈલ ફોન (રૂ. 8,000) અને આઈશર ગાડી (રૂ. 10,00,000) નો સમાવેશ થાય કુલ 17,18,350 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો આ કેસમાં ગાડી ચાલક સહિત બે ફરાર આરોપીઓ એમ કુલ ત્રણ સામે ગુનો નોંધવામાં આવ્યો.

Himmatnagar Drug Seizure: 17.18 Lakh Goods Confiscated; 6.55 Lakh Narcotics  Found

આરોપીઓની મોડસ ઓપરેન્ડી મુજબ, તેઓ ગુજરાતમાંથી ખાલી ગાડી લઈને મધ્યપ્રદેશના મંદસૌર જિલ્લાના શામગઢ તાલુકાના આસપાસના ગામોમાંથી માદક પદાર્થ ખરીદતા હતા. ત્યારબાદ તેને આઈશર ગાડીમાં ભરી, કોઈને શંકા ન જાય તે રીતે તાડપત્રીથી ઢાંકીને અમદાવાદના અંબિકાનગરમાં લાવતા ત્યાંથી તેઓ વેપારીઓ અને ગ્રાહકોને વેચાણ કરીને આર્થિક લાભ મેળવતા આ કેસમાં ધરપકડ કરાયેલ આરોપીનું નામ સતરારામ કાનાજી ચૌધરી જે હાલ અમદાવાદના ઓઢવ સ્થિત અંબિકાનગર સોસાયટીમાં રહે અને મૂળ રાજસ્થાનના ઝાલોર જિલ્લાના ભિનમાલ તાલુકાના કોરા ગામનો વતની આ ઉપરાંત, પાંચારામ ઉર્ફે પારસ કેશારામ ચૌધરી (અમદાવાદ, ઓઢવ) અને હિરાલાલ (મો.નં-7354776269) નામના બે આરોપીઓ ફરાર જેમની શોધખોળ ચાલુ.

garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0