ગરવી તાકાત પાટણ : પાટણ પોલીસે જિલ્લાના ત્રણ પોલીસ સ્ટેશનમાં જપ્ત કરાયેલી કુલ 24,210 વિદેશી દારૂની બોટલોનો નાશ કર્યો આ જથ્થાની બજાર કિંમત આશરે 63.28 લાખ રૂપિયા આંકવામાં આવી પોલીસ અધિક્ષકની સૂચના મુજબ, પાટણ સિટી ‘બી’ ડિવિઝન, પાટણ તાલુકા અને ચાણસ્મા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા પ્રોહિબિશનના ગુનાઓમાં જપ્ત કરાયેલા દારૂનો નાશ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી આ કાર્યવાહી માટે નામદાર કોર્ટમાંથી જરૂરી હુકમ મેળવવામાં આવ્યા.

દારૂના નાશની આ કાર્યવાહી માટે એક સમિતિની રચના કરવામાં આવી આ સમિતિમાં સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ હિરેન ચૌહાણના વડપણ હેઠળ નાયબ પોલીસ અધિક્ષક પરેશ રેણુકા, મામલતદાર એફ.એમ. બાગવાન, નશાબંધી અને આબકારી અધિક્ષક તેમજ સંબંધિત થાણા ઇન્ચાર્જો હાજર રહ્યા.
![]()
આ કાર્યવાહીમાં પાટણ સિટી ‘બી’ ડિવિઝનનો 1 ગુનો, પાટણ તાલુકાનો 1 ગુનો અને ચાણસ્મા પોલીસ સ્ટેશનના 8 ગુના મળી કુલ 10 ગુનાઓનો મુદ્દામાલ સામેલ આ સમગ્ર જથ્થાનો સરસ્વતી તાલુકાના ચોરમારપુરા ગામની સરકારી પડતર જમીનમાં, સરકારી ગોડાઉનની પાછળ સુજનીપુર રોડ નજીક સુરક્ષિત રીતે નાશ કરવામાં આવ્યો.


