હિંમતનગરના નવા બળવંતપુરા ગામે લગ્નના વરઘોડામાં નાચવા જેવી સામાન્ય બાબતે બે પક્ષો વચ્ચે હિંસક અથડામણ….

April 30, 2026

​ગરવી તાકાત હિંમતનગર : હિંમતનગર તાલુકાના નવા બળવંતપુરા ગામે લગ્નના વરઘોડામાં નાચવા જેવી સામાન્ય બાબતે બે પક્ષો વચ્ચે હિંસક અથડામણ થઈ થયેલી આ ઘટનામાં મહિલાઓ સહિતને ઈજાઓ પહોંચતા હિંમતનગર એ ડિવિઝન પોલીસ મથકે બંને પક્ષોએ સામસામી ફરિયાદો નોંધાવી રણજીતસિંહ મોતીસિંહ પરમારે ચાર શખ્સો વિરુદ્ધ નોંધાવેલ ફરિયાદ અનુસાર, 27 એપ્રિલની રાત્રે ગામમાં સિદ્ધરાજસિંહનો વરઘોડો નીકળ્યો જેમાં રણજીતસિંહના પુત્રો અને પુત્રવધૂ ડાન્સ કરી રહ્યા આ દરમિયાન જાલમસિંહ દલપતસિંહ મકવાણાએ રણજીતસિંહના પુત્ર નવલસિંહને ધક્કો મારી ગાળાગાળી કરી.

ત્યારબાદ અન્ય લોકો અમિતસિંહ, યુવરાજસિંહ અને કિરણસિંહ મકવાણાએ ભેગા મળી નવલસિંહને માર માર્યો તકરાર વધતા તમામ લોકોએ ઈંટ અને લાકડી વડે હુમલો કરી રણજીતસિંહની પુત્રવધૂ પાયલબાને માથાના ભાગે ગંભીર ઈજા પહોંચાડી બીજા દિવસે પણ આ લોકોએ લાકડીઓ સાથે હુમલો કરી વચ્ચે પડેલા જનકબાને ઈજા પહોંચાડી જાનથી મારી નાખવાની ધમકી આપી સામા પક્ષે શોભનાબેન નરેશસિંહ ઝાલાએ પણ ચાર શખ્સો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી.

વરઘોડામાં ડાન્સ કરતી વખતે જાલમસિંહ સાથે નવલસિંહ અને વિષ્ણુસિંહ અથડાયા વચ્ચે કેમ આવે તેમ કહી આ લોકોએ બોલાચાલી કરી ત્યારબાદ રણજીતસિંહ મોતીસિંહ પરમાર, સુરેશસિંહ, વિષ્ણુસિંહ અને નવલસિંહ લાકડીઓ સાથે ધસી આવી હુમલો કર્યો વિષ્ણુસિંહે શોભનાબેનને હાથે લાકડી મારી જ્યારે નવલસિંહે અમિતસિંહ અને અગરસિંહને લાકડી મારી ઈજાઓ પહોંચાડી હુમલાખોરોએ જતી વખતે પરિવારને જાનથી મારી નાખવાની ધમકી પણ આપી.

garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0