રાધનપુરમાં ઉછીના આપેલા 11.30 લાખ પરત માંગતા ધમકીઓ મળવાથી કંટાળીને આધેડે ઝેરી દવાપી આત્મહત્યા કરી….

April 29, 2026

ગરવી તાકાત મહેસાણા : પાટણ જિલ્લાના રાધનપુર શહેરમાં ઉછીના આપેલા રૂ. 11.30 લાખ પરત માંગતા ધમકીઓ મળવાથી કંટાળીને એક આધેડે ઝેરી દવા પી આત્મહત્યા કરી લીધી આ મામલે મૃતકની પત્નીએ ચાર શખ્સો વિરુદ્ધ રાધનપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી સુસાઈટ નોટ પણ લખી રાધનપુરના ઝાપટપરા વાડી વિસ્તારમાં રહેતા મુમતાજબાનુ પરમારે પોલીસને જણાવ્યું કે તેમના પતિ જાકીરહુસેન ડ્રાઈવીંગ કરી ગુજરાન ચલાવતા આશરે ચાર વર્ષ પહેલાં ખેતર વેચાણના નાણાં આવ્યા.

Radhanpur Man Suicide After False Rape Threat Over Loan Repayment

તે સમયે પરિચિત ચાંદખાન જાનુભાઈ બલોચે ગેરેજનો ધંધો કરવા અને અન્ય વ્યવહારિક કામો માટે અલગ-અલગ સમયે વિશ્વાસમાં લઈ કુલ રૂ. 11,30,000 ઉછીના લીધા મૃતક જાકીરહુસેને ગઈકાલે રાત્રે તેમની પત્નીને જણાવ્યું કે, ચાંદખાન બલોચ, શકિનાબેન બલોચ, રસીદાબેન પઠાણ અને સોહિલભાઈ બલોચ પાસે ઉછીના નાણાં પરત માંગતા તેઓ હાથ-પગ ભાગી નાખવાની અને દુષ્કર્મના ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકીઓ આપતા આ માનસિક ત્રાસથી તેઓ ખૂબ જ કંટાળી ગયા.

આ ધમકીઓથી કંટાળીને વહેલી સવારે જાકીરહુસેને ચાંદખાન બલોચના ઘરની આગળ ઝેરી દવા પી લીધી તેમને ગંભીર હાલતમાં તાત્કાલિક રાધનપુર સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા જ્યાં ફરજ પરના તબીબે તેમને મૃત જાહેર કર્યા રાધનપુર પોલીસે આ મામલે ચાર આરોપીઓ વિરુદ્ધ બી.એન.એસ.ની કલમ 108, 351(3), 316 અને 54 હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી.

garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0