ગરવી તાકાત હિંમતનગર : હિંમતનગર તાલુકામાં સાબરડેરીથી ગઢોડા જતાં માર્ગ પર સર્જાયેલા એક ભયાનક માર્ગ અકસ્માતે બે પરિવારોના દીવા બુઝાવી દીધા ચેતક એન્ટરપ્રાઈઝ કંપની પાસે આવેલા હેલીપેડ નજીક બે બાઇક સામસામે ટકરાતાં બાઈકના ચાલકનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું જ્યારે અન્ય એક આશાસ્પદ યુવાનનું સારવાર દરમિયાન મોત નીપજ્યું બોરીયાખુરાદ ગામના ભીખુસિંહ લાલસિંહ મકવાણાનો મોટો દીકરો સરતાનસિંહ (35) જે સાબરડેરીમાં નોકરી કરતો.

તે પોતાના મિત્ર કરણસિંહ વાઘેલા સાથે બાઇક નંબર જીજે-09-એએમ-6432 પર પેટ્રોલ પૂરાવી ઘરે પરત ફરી રહ્યો આ દરમિયાન સાબરડેરી તરફથી ગઢોડા તરફ જતી બાઇક નં. જીજે-31-એલ-7954ના ચાલકે પોતાની બાઈક પૂરઝડપે ચલાવી સરતાનસિંહની બાઈકને સામેથી ટક્કર મારી આ અકસ્માતમાં એક બાઈક ચાલકનું ઘટનાસ્થળે જ મૃત્યુ થયું જ્યારે સરતાનસિંહ અને તેના મિત્ર કરણસિંહને ગંભીર ઈજાઓ પહોંચતા તાત્કાલિક હિંમતનગર સિવિલ.

અને ત્યારબાદ ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા કમનસીબે, 12 દિવસ સુધી જીવન અને મરણ વચ્ચે ઝોલા ખાધા બાદ ગત 4 એપ્રિલના રોજ સરતાનસિંહનું સારવાર દરમિયાન નિધન થયું અન્ય ઈજાગ્રસ્ત હાલ સારવાર હેઠળ મૃતકના પિતા ભીખુસિંહ મકવાણાએ હિંમતનગર એ ડિવિઝન પોલીસમાં ગુનો નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરવામાં આવી.


