ઊંઝા તાલુકાના વરવાડા ગામે ખેતરમાં ગાયો ચરાવવા મુદ્દે બે પક્ષો વચ્ચે હિંસક અથડામણ થઈ…

March 24, 2026

ગરવી તાકાત મહેસાણા : ઊંઝા તાલુકાના વરવાડા ગામે ખેતરમાં ગાયો ચરાવવાના નજીવા મુદ્દે બે પક્ષો વચ્ચે હિંસક અથડામણ થઈ આ બબાલમાં બે વ્યક્તિઓને ઈજા પહોંચતા સારવાર અર્થે ખસેડવામાં આવ્યા ઘટના અંગે ઊંઝા પોલીસ સ્ટેશનમાં બંને પક્ષોએ એકબીજા વિરુદ્ધ નામજોગ ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી વરવાડા ગામના રબારીવાસમાં રહેતા અલ્પેશ અમરત રબારીએ નોંધાવેલી ફરિયાદ મુજબ, 22 માર્ચના રોજ સાંજે તેઓ ગોગા મહારાજ મંદિર પાછળ આવેલા વાડામાં ગાયો દોહી રહ્યા તે સમયે પ્રકાશ પટેલ સહિતના શખ્સો લોખંડની પાઇપ અને ધોકા સાથે ત્યાં ધસી આવ્યા.

પોશીનાના દંત્રાલમાં અગાઉની તકરાર મામલે અથડામણ થતાં 12 લોકો  ઈજાગ્રસ્ત,ઇન્સ્ટાગ્રામ પર વીડિયો મૂકવા બાબતે મામલો બિચક્યો | 12 people were  injured in a clash ...

“તારા પશુઓ ખેતરમાં રખડતા મૂકી અમારા પાકને નુકસાન કેમ કરે છે?” તેમ કહી ગાળાગાળી કરી ગાળો બોલવાની ના પાડતા ઉશ્કેરાયેલા પ્રકાશ પટેલે લોખંડની પાઇપ અલ્પેશના માથામાં મારી ગંભીર ઈજા પહોંચાડી અને જાનથી મારી નાખવાની ધમકી આપી પોલીસે આ મામલે પ્રકાશ ગણેશ પટેલ, ગણેશ શંકર પટેલ, હરેશ ઉર્ફે હરિ ગણેશ પટેલ અને ધવલ ચમન પટેલ વિરુદ્ધ ગુનો નોંધ્યો સામા પક્ષે પ્રકાશ ઉર્ફે રઘો ગણેશ પટેલે નોંધાવેલી ફરિયાદ અનુસાર,

ઊંઝા પોલીસ સ્ટેશનના લોકઅપમાં પોક્સોના આરોપીએ બ્લેડથી ગુપ્તાંગ કાપવાનો  પ્રયાસ કરતા દોડધામ મચી ગઈ હતી – Garvi Takat – Gujarat News, Bollywood News,  Breaking News ...

તેઓ ગત સાંજે ખેતરમાં ઘાસચારો લેવા ગયા હતા ત્યારે 5થી 6 ગાયો ખેતરમાં ચરતી દેખાઈ આ ગાયોને લઈને તેઓ વાડામાં આપવા ગયા અને પશુઓને બાંધી રાખવા બાબતે અલ્પેશને ટકોર કરી આ બાબતે ઉશ્કેરાઈને અલ્પેશે “આ ગાયો અમારી નથી” તેમ કહી લાકડી વડે પ્રકાશના માથામાં હુમલો કર્યો અને ગડદાપાટુનો માર માર્યો આ સંદર્ભે પોલીસે પ્રકાશના નિવેદનના આધારે અલ્પેશ અમરત રબારી, રામજી ધર્મશી રબારી અને કાન્તાબેન અમરત રબારી સામે ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી શરૂ કરી.

garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0